અમદાવાદ: NIDના પૂર્વ સેક્રેટરીએ સાબરમતીમાં કૂદી મોતને વ્હાલું કર્યું ! સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, ” મેં મારી…જાણીને ધ્રુજી ઉઠશો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક NIDમાં સેક્રેટરી તરીકે કામ કરતા વૃદ્ધે નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો. તેમજ સ્યુસાઇડ નોટમાં એવું લખાણ લખ્યું કે વાંચીને તમે પણ ચોકી જશો આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
આ આપઘાતની ઘટના અમદાવાદ માંથી સામી આવી રહી છે જ્યાં શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન પ્રેમ પ્રકાશ ભલ્લા નામના વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી છે. તેમજ હાલ તેમના આ આપઘાતનું કારણ આવું સામે આવી રહ્યું છે કે તેઓ ડિપ્રેશનમાં હતા તેના લીધે તેઓએ આ પગલું ભર્યું છે. તેમજ આ આપઘાત કરતા પહેલા તેમણે એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. આમ પોલીસે સ્યુસાઇડ નોટને આધારે વધુ તપાસ આગળ પણ ધરી છે. ઘટના એવી બની કે 89 વર્ષના પ્રેમ પ્રકાશ ભલ્લાએ આજે સવારે રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે.
આ અંગે પોલીસ જણાવ્યું હતું કે, સાબરમતી નદીમાં એક વૃદ્ધ વ્યક્તિની લાશ તરતી હોવાની જાણ થતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી. જે બાદ તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી. વાત કરીએ તો પ્રકાશ ભલ્લા નિવૃત્તિ બાદ તેમની પત્ની સાથે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા હતા. તેમજ તેમના પરિવારનો દીકરો અને દીકરી અમેરિકા રહે છે જ્યારે પોલીસેને મળી આવેલ સ્યુસાઇડમાં લખ્યું હતું કે, “મેં આજે મારી ઇચ્છાથી મારા જીવનનો અંત કરવાનો નિર્ણય લીધો છે. હું કોઈપણના દબાણ વગર આ કરી રહ્યો છું. કારણ કે મારા જીવન દરમિયાન મને ઘણીવાર લાગે છે કે હું દુનિયામાં ખોટો હતો.”
“આ ઉપરાંત હું પરિવારમાં સ્પષ્ટ અને નજીકના લોકોને દુઃખ અને આઘાતમાંથી બહાર કાઢવા માગુ છું. જ્યારે તેઓએ બીમાર અને પથારીવશ વ્યક્તિની સંભાળ લેવી પડશે, તે મહિનાઓ અથવા આજની રાત માટે હોઈ શકે છે. કૃપા કરીને મારી પત્ની શુભ કુમારી ભલ્લાને આ ઘટનાની જાણ કરો અને ફોન-8758508480, મારી એક વિનંતી છે અથવા જે ડોક્ટર પોસ્ટમોર્ટમ કરશે, કૃપા કરીને અંગો (જેમ કે આંખો, હૃદય, કિડની, ફેફસાં, લીવર, વગેરે) જેનો ઉપયોગ ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપયોગ કરી શકાશે. ત્યારપછી, કૃપા કરીને મૃતદેહને વી.એસ. ખાતે ઇલેક્ટ્રિક અગ્નિસંસ્કાર માટે મોકલો. હું ટ્રાન્સપોર્ટેશન અને એક્સેમેલિયન ચાર્જીસ માટે ચૂકવણી કરીશ.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો