અમદાવાદ : પત્નીએ એવો ત્રાસ આપ્યો કે પતિ એ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા એવી વાત જણાવી કે જોઈ ને સૌની આંખો ફાટી ગઈ

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.

આ આપઘત નો મામલો અમદાવાદ માંથી સામી આવી રહી છે જ્યા પત્ની અને પત્નીના પરિવારજનો અવારનવાર કોઇને કોઇ બાબતે માથાકૂટ કરી હેરાનગતી કરતા હોવા સહિતના ગંભીર આરોપ લગાવી યુવકે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ અને વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવકે આપઘાત કરી મોત વ્હાલુ કરી લેતા પરિવારમાં હડકંપ મચી ગયો હતો. બીજી તરફ સરખેજ પોલીસે આ મામલે પત્ની સહિત 2 સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાત કરીએ તો સામાન્ય રીતે પતિ તેમજ સાસરિયાઓના ત્રાસથી તંગ આવી પત્ની આપઘાત કરી લેતી હોય તેવા કિસ્સા અનેક વખત સામે આવતા હોય છે પરંતુ અમદાવાદ શહેરમાં ઉલટી ગંગા સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની તેમજ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પતિએ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

તેમજ મૃતક યુવકે પત્નીના પરિવારજનો પર ગંભીર આરોપ લગાવી સ્યુસાઈડ નોટ અને વીડિયો પણ બનાવ્યો હતો જે અંતિમ વીડિયો પરિવારજનોને મોકલ્યો હતો.અંતિમ વીડિયોમાં મૃતકે જણાવ્યુ હતું કે ‘તમને તો ખબર જ છે મે બધાને ખુશ રાખવા દિવસ રાત એક કરીને મહેનત કરી હતી. જ્યાં સુધી રૂપિયા હતા ત્યાં સુધી બધાને આપ્યા હતા. હવે નથી તો ખોટા આરોપ નાખીને હેરાન કરે છે. માંરા મોત પાછળ તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ જ જવાબદાર છે. વધુમાં મારી મિલકતમાં મારી પત્નીનો કોઇ પણ અધિકાર નથી. તેમ કહીને યુવકે વીડિયોમાં અનેક આક્ષેપો કર્યા હતા.ત્યારબાદ આપઘાત કરી લીધો હતો આ અંગે પરિવારજનને જાણ થતાં રોકકળાટ ફેલાયો છે. આમ યુવકને સાસરિયાં પક્ષ તરફથી ત્રાસ માડતો હોવાનું સુસાઇડ નોટ અને વીડિયો પરથી સ્પષ્ટ થયા છે.

આમ બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનીક પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. જયા મૃતક યુવાનના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી. સરખેજ પોલીસે 2 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી. પોલીસે તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ વિરુદ્વ દુષ્પ્રેરણાનો ગુન્હો દખાલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.