અમદાવાદ: માત્ર એક સામાન્ય બાબતે ભાઈએ જ કરી નાના ભાઈની કરપીણ હત્યા ! થયું એવું કે પતિ પત્નીના…કારણ જાણી હચમચી જશો
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. લોકો સાવ નજીવી બાબતે એવા ક્રોધમાં આવી જતા હોઈ છે કે એક બીજાની હત્યા કરવા પર ઉતરી પડતા હોઈ છે. તેમજ આ હત્યાની પાછળ ઘણીં વખત એવા એવા કારણો સામે આવતા હોઈ છે જેની તમે કલ્પના પણ નો કરી હોઈ જોકે હાલમાં પણ એક હત્યાનો ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક ભાઈએ જ બીજા ભાઈની કરી કરપીણ હત્યા. જે પાછળની પુરી ઘટના જાણી તમારા પણ હોશ ઉડી જશે.
તમને જણાવીએ તો આ હત્યાની ઘટના અમદાવાદ શહેર માંથી સામે આવી રહ્યો છે. જ્યાં શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાભાઈએ જ નાનાભાઈની હત્યા કરી છે. જેમાં તમને જણાવીએ તો આ હત્યાની પાછળ એક ખુબજ સામાન્ય બાબત છે અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા કંટોડીયા વાસના કોઠીના ઝાડ પાસે એક જ મકાનમાં બે ભાઈઓ ઉપર નીચે રહેતા હતા. જેમાં ઘરના મોટા દીકરા વિપુલ ચુનારાને ગઈકાલે રાત્રે તેની પત્ની સાથે ઘરેલુ કંકાસ ચાલી રહ્યો હતો.
આમ આ ઝઘડાને કારણે ઘરના નાનાભાઈને રહેવાયું નહિ અને તે દરમિયાન જ મોટા દીકરા તથા વહુને ઝઘડામાંથી છોડાવવા પિતા ભીમસિંગભાઈ ચુનારા વચ્ચે પડ્યા હતા અને મોટા દીકરાને ઝઘડો ન કરવા સલાહ આપતા હતા. આમ જે બાદ નાનાભાઈએ તેના ભાઈ અને ભાભીને ઝઘડો ન કરવા કહ્યું હતું, પરંતુ મોટો ભાઈ વિપુલ આવેશમાં આવી ગયો હતો અને તેણે તેના નાના ભાઈ નીતિનને છરીનો એક જ ઘા મારી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ તેના જેઠ સામે નોંધી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે ફરાર આરોપીને શોધવા તજવીજ શરૂ કરી છે.
ત્યારે આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ કઈ દિશામાં ફરાર થયો છે તે બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આવા હત્યાના કિસ્સાઓ હાલ છેલ્લા ઘણા સમયથી ખુબજ જોવા મળી રહ્યા છે જેમાં વધુ પડતા કિસ્સાઓ ઘર કંકાસ, અને પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો