અમદાવાદ: ગુરુ પ્રમુખ સ્વામીના ચિંધ્યા માર્ગે ચાલે છે આ કરોડપતિ હરિભક્તો ! કોઈ ટોયલેટ સાફ કરી તો કોઈ વળી માટીના તગારા ઉંચકી આપે છે સેવા…
મિત્રો વાત કરીએ તો આજના સમયમાં પણ લોકો ઈક બીજાની મદદ અને સેવા ક્યારેક્જ કરતા હોઈ છે. બાકી આજના ભાગ દોડ વાળા જીવનમાં કોઈપણ વ્યક્તિ એક બીજા માટે નવરું હોતું નથી. તેવામાં વાત કરીએ તો હાલ અમદાવાદના ઓગણજ ખાતે ઊજવાઈ રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં દેશ-વિદેશના હરિભક્તો આવી રહ્યાં છે જોકે આશ્ચર્યની વાત તો એ છે કે આ મહોત્સવમાં વિશ્વની ટોચની કંપનીઓમાં કામ કરતા તથા કરોડપતિ પરિવારમાંથી આવતા હરિભક્તો સેવા કરી રહ્યા છે આવો તમને વિગતે જણાવીએ.
તમે સાંભળીને ચોકી જશો કે 5000 કરોડનું ટર્ન ઓવર ધરાવતા અજમેરા પરિવારની વહુથી લઈ ફેસબુકના એન્જિનિયરોનો સમાવેશ થાય છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્વ પ્રસંગે દિવ્ય ભાસ્કરે સેવામાં સતત ખડેપગે રહેતા ટોચના પરિવારો કે હાઇપ્રોફાઇલ જોબ કરતા હરિ ભક્તો સાથે વાતચીત કરી છે. આમ દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જો તમને જણાવીએ તો સૌથી પહેલા વાત યુવા એન્જિનિયર એવા યશ પટેલની. યશ પટેલ હાલમાં વડોદરાની એક કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટીવ છે. તેમના હાથનીચે હાલમાં 60 લોકો કામ કરી રહ્યાં છે. પરંતુ શતાબ્દી મહોત્સવમાં યશ પટેલ રોજના 8 કલાક ટોઈલેટ બ્લોક ક્લિનિંગની કામગીરી કરી રહ્યાં છે અને નાનામાં નાની કામગીરી કરવામાં પણ પોતાને ધન્યતાં અનુભવી રહ્યાં છે. તમને જણાવીએ તો IIT ખડગપુરમાં પીજી ડિપ્લોમાં અને રબ્બર ટેક્નોલોજીના અભ્યાસમાં ગોલ્ડ મેડાલિસ્ટ આ યશ પટેલ છે.
આ સાથે જ યશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. એક વખત એવું બન્યું કે સાળંગપુરમાં જલજીલણી ઉત્સવ થયો હતો. એ સમયે બાપાએ કોઈ પણ હરિભક્તો કે પછી સંતોને કહ્યાં વગર તમામ લોકોના ટોઈલેટ સાફ કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ જો સંસ્થાના વડા થઈને પણ આવી નાનામાં નાની કામગીરીમાં નાનપ અનુભવતા નહોતા તો અમે તો એમના હરિભક્તો છીએ અમે પણ એમનામાંથી પ્રેરણા લીધી અને ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહેલાં શતાબ્દી મહોત્સવમાં ટોઈલેટ બ્લોકની સફાઈની કામગીરી કરી રહ્યો છું. આ સાથે વધુમાં જણાવ્યું કે મારા પરિવારમાં સૌપ્રથમ હું જ BAPSમાં જોડાયો હતો અને હવે મારો પરિવાર પણ મારી સાથે જ જોડાયેલો છે. હું મિકેનિકલ એન્જિનિયર હતો, પણ મેં મહંત સ્વામીને વાત કરી કે, મારે રબ્બર ટેકનોલોજીનો અભ્યાસ કરવો છે, ત્યારે મહંત સ્વામી મહારાજે મને આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદના પ્રતાપે જ હું IITમાં રબ્બર ટેકનોલોજીની ડિગ્રી પ્રાપ્ત કરી શક્યો. મહંત સ્વામીના આશીર્વાદ IITમાં ગોલ્ડ મેડલ મળ્યો અને કંપનીમાં રિઝ્યુમ આપતા જ મારી પસંદગી થઈ ગઈ હતી. આમ યશ પટેલે કહ્યું કે સફાઈ વિભાગમાં મારી 8 કલાકની કામગીરી હોય છે. જેમાં વોશ બેસિન, ફ્લોરિંગ, યુરિનલ ટબ, ટાઈલ્સથી લઈને તમામ વસ્તુઓને 6 થી 7 વાર ધોવાની કામગીરી કરીએ છીએ.
મિત્રો જો તમને જણાવીએ તો આ શતાબ્દી મહોત્સવમાં કુલ 124 જેટલા ટોઈલેટ બ્લોક બનાવવામાં આવ્યાં છે. જેમાં 330 કરતા પણ વધુ સ્વયંસેવકો ટોઈલેટ સાફ સફાઈ કરવાની સેવા આપી રહ્યાં છે. 160 જેટલા વિવિધ પ્રોફેશન્સમાં જોડાયેલા લોકો અહીં સેવા આપી રહ્યાં છે જેમાં 2 મહિલા ડોક્ટર, 74 એન્જિનિયર્સ, 5 માસ્ટર્સ, 2 CA,77 ગ્રેજ્યુએટ બે શિફ્ટમાં સેવા આપી રહ્યાં છે. જેમાં પહેલી સિફ્ટ સવારે 8 થી 4 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 4 વાગ્યા થી 12 વાગ્યા સુધીની હોય છે. આ સેવા ખૂબ જ સારી રીતે ચાલી શકે તે માટે 9 સંતોના માર્ગદર્શન હેઠળ સફાઈ વિભાગમાં 22 મુખ્ય વિભાગ અને 80 પેટાવિભાગમાં 2150 સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે જેમાં 600 મહિલા કાર્યકરો પણ સેવા આપી રહ્યાં છે.
આમ તેવીજ રીતે વાત કરવામાં આવે તો મૂળ વિજાપુરના રહેવાસી અને રેસ્પોરેટરિ થેરાપિસ્ટ હિરલ પટેલે જણાવ્યું કે, ‘હું સ્વચ્છતા વિભાગમાં સેવા કરું છું. મેં પહેલા નવેમ્બર મહિનામાં સેવા આપી હતી. સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ટોઇલેટ-બાથરૂમ સાફ કરી રહી છું. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ પ્રકારની સેવાઓ કરેલી છે. મેં કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો છે અને ત્યારથી હું સત્સંગમાં જોડાઈ છું. હવે મારા માતા-પિતા પણ સત્સંગી છે. હું ઘણું શીખી છું. મને પહેલા ગુસ્સો ખૂબ જ આવતો હતો, પરંતુ સત્સંગી બન્યા પછી ગુસ્સો હવે કાબૂમાં આવી ગયો છે.’
તેમજ આ રીતે સામાન્ય સેવકની જેમ જ સેવા કરવી જોઇએ તે વાતનું સજ્જડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હા, આ બે યુવતીઓમાંથી એક છે ગોરલ અજમેરા, જે 5000 કરોડથી વધુનું નેટવર્થ ધરાવતા અજમેરા પરિવારની પુત્રવધૂ અને સુરતના ડાયમંડ કિંગ ગણાતા અને એટલો જ મોટો બિઝનસ ધરાવતા લવજી બાદશાહની પુત્રી છે. જ્યારે બીજી યુવતી અજમેરા પરિવારનાં જ આજ્ઞાબેન છે. મુંબઈનો અજમેરા પરિવાર બિલ્ડિંગ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે. ઘણા દિવસોથી મહોત્સવમાં સેવામાં લાગી ગયો છે. અજમેરા રિયલ્ટીની જાણીતી કંપનીના દીકરી, વહુ સહીત 53 લોકો ખડેપગે સેવા કરે છે.
આ સાથે વાત કરવામાં આવે તો લેફ્ટન્ટ કર્નલ મનીષ મોદીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા સત્સંગમાં નહોતા અને પોતાની પત્ની તરફથી સ્વામિનારાયણ સત્સંગ મળ્યો હતો. પ્રમુખ સ્વામીના સંપર્કમાં આવતા જ પોતે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો અને તેના નિયમ ધર્મનું પાલન પણ ચૂસ્ત રીતે પાળવાનું શરૂ કરી દીધું. આર્મીમાં ઉચ્ચ અધિકારી હોવા છતાં ક્યારેય પણ પોતાના નિયમ ધર્મને મૂકીને દારૂ કે માંસાહાર ને ગ્રહણ નથી કર્યું અને દેશના અલગ-અલગ રાજ્યોમાં ફરજ બજાવતા હોવા છતાં પોતાના નિયમ ધર્મનું પાલન ચુસ્ત કરે છે અને ગુરુને રાજી કરવા માટે શતાબ્દીમાં સેવા આપવા માટે આવ્યા છીએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો