અમદાવાદ: આ દંપતીએ ખોવાય ગયેલ ૮ લાખની થેલીને મૂળ માલિકને પરત કરી ! બદલા મા મળી આ ભેટ…જાણો

મિત્રો તમને વાત કરીએ તો આજના સમયમાં વફાદારી, સાચાપણું વગેરે ગુનો આજે અમુક વ્યક્તિઓ માજ જોવા મળે છે ભાગ દોડ વળી આજના જીવનમાં આ દુનિયામાં ખોટા કામ કરવા વાળાએ, ખોટા વિચારો રાખવા વાળા ઘણા લોકો તમને જોવા મળતા હોઈ છે. આ બધાની વચ્ચે સાચો અને સારો માણસ મળવો બહુ મુશ્કેલ છે. તો વળી આજના સમયમાં પણ એક દંપતીએ લાખો રૂપિયા ભરેલી બેગને તેના માલિક ને સલામત રીતે પાછી મોકલી આપી છે. આવો તમને આ સમાચર વિગતે જણાવીએ.

આ કિસ્સો અમદાવાદ માંથી સામે આવી રહ્યો છે જ્યાં નિકોલમાં ટુ-વ્હીલર પર જતા યુવકની અચાનકજ રોકડ ભરેલી રૂપિયા ૮ લાખની થેલી પડી ગઈ હતી. જોકે ભગવાનની કૃપા કોઈ ખોટા વિચાર વાળા નાં હાથમાં આ થેલી નો આવી આ થેલી નજીકમાં માટલા વેચીને ગુજરાન ચાલવતા વૃદ્ધ દંપતીને મળતા તેમણે કોઈ પણ જાતની લાલચ રાખ્યા વગર તે થેલીને તેના મૂળ માલિકને પરત આપી દીધી.

આવો તમને આ પૂરી ઘટના જણાવીએ. નિકોલના નરેશ પટેલ થેલીમાં રોકડા રૂ.8 લાખ લઈ ઉમા સ્કૂલ પાસેથી પસાર થતા હતા ત્યારે થેલી પડી ગઈ હતી. થોડા સમય પછી રૂપિયા ભરેલી થેલી ન હોવાની ખબર પડતાં તેમણે આખા રૂટ પર શોધ આદરી હતી. તેઓ ઉમા સ્કૂલ પાસે આવ્યા ત્યારે માટલાં વેચતાં વૃદ્ધ દંપતી જમનાબહેન અને બાબુભાઈ પ્રજાપતિને પૂછ્યું હતું.

આમ જે બાદ વૃદ્ધ દંપતીએ તરત જ પોતાની પાસે સાચવી રાખેલી થેલી પરત કરી હતી. આ ઘટનાથી યુવક દંપતીના પગે પડી ગયો હતો. ઘટના પછી શ્રીકૃષ્ણ સેવારથ નામની સંસ્થાએ ભારોભાર પ્રમાણિકતા બદલ કૃષ્ણની મૂર્તિ આપી દંપતીનું સન્માન કર્યું હતું.આમ આ ઘટના પરથી આપણ ને આજના આવા સમયમાં પણ એક સારા અને માનવતા ભર્યા લોકો જોવા મળી રહ્યા છે. જે ખુબજ ગર્વની વાત છે. કારણકે દુનિયામાં આવા અમુક જ લોકો હોઈ છે જે તેની પૂરી નિષ્ઠા અને ઈમાનદારી થી જીવનમાં આગળ વધતો હોઈ છે. ખરેખર આ દંપતી ધન્યવાદને પાત્ર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *