અમદાવાદ ને મળશે નવુ નજરાણુ ! રિવરફ્રન્ટ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ચાલુ થશે , જાણો વિગતે… આવી રહી છે…

જેમ તમે બધા જાણોજ છો કે ગુજરાતનું ખુબજ વિકસી રહેલું શહેર હોઈ તો તે અમદાવાદ છે જ્યાં મેટ્રો થી માંડીને ખુબજ સારા રોંડ તેમજ સારામાં સારી હોસ્પિટલો, આધુનિક સાધનો અને ગુજરાતની એક માત્ર વડીઅદાલત પણ આવેલી છે જે અમદાવાદ શહેર ને વધુ ખાસ બનાવે છે તેમજ ગુજરાતનું સોંથી મોટું તળાવ કાંકરિયા તળાવ જે અમદાવાદ શહેરની શાન છે. આમ વગેરે બાબત અમદાવાદ શહેર ને ખુબજ ખાસ બનાવે છે. તેવામાં વધુ એક નજરાણું જોવા મળશે આવો તમને તેના વિષે રૂબરૂ કરાવ્યે.

વધુ હજી એક વિકાસ થઇ જવા રહ્યો છે જેમાં સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરાં જોવા મળશે, તમે ઘણી વખત વિદેશોમાં તરતી રેસ્ટરાં જોઈ હશે પરંતુ હવે આપણાજ રાજ્યમાં અમદાવાદ શહેરમાં લોકો તેનો આનંદ ઉઠાવી શકશે તરતી રેસ્ટરાં કે જેને ફ્લોટિંગ રેસ્ટરાં તરીકે ઓળખવામાં આવે છે તેવુજ ફ્લોટિંગ રેસ્ટરાં સાબરમતી નદીમાં તરતી મળશે. આમ ત્યાર પછી અમદવાદ શહેરમાં વધુ એક સુંદરતા નો નજારો જોવા મળશે અને લોકો તેનો ભરપુર ઉપયોગ કરી શકશે.

તેમજ વધુમાં જણાવ્યે તો ‘સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરાં પ્રોજેક્ટ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બીડ પ્રાપ્ત થઈ હતી. વધુમાં, જરૂરી મૂલ્યાંકન કર્યા પછી, SRDCLએ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર જારી કર્યો છે.’ અને આ રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરાં સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે, આમ અમદાવાદ નાં લોકો આ સવારીનો ભરપુર આનંદ ઉઠાવી શકશે અને હવે વિદેશ જેવીજ આ તરતી રેસ્ટરાંમાં બેસીને અમદાવાદ શહેરનો સુંદર નજારો માણી શકશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *