‘તું માન મેરી જાન’ ગીત પર અક્ષર પટેલ અને તેની પત્નીએ જબરદસ્ત ડાંસ કર્યો ! જુઓ આ વિડીયો તથા સંગીત સેરેમનીની તસવીરો…

મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલમાંજ કે એલ રાહુલ અને આથિયા શેટ્ટીએ લગ્ન કર્યા હતા. તો વળી વધુ એક ભારતીય ક્રિકેટર લગ્નના તાંતણે બંધાયો છે. તો વળી ગુરુવારે તેની મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કરશે. આ પહેલા સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષર અને મેહાએ જોરદાર ડાન્સ કર્યો હતો. અક્ષર અને મેહાના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

તેમજ આ લગ્નમાં અક્ષરે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને પણ આમંત્રણ આપ્યું છે. મહેંદી સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી જયદેવ ઉનડકટ પણ હાજર રહ્યો હતો. તેણે ફોટો પણ શેર કર્યો છે. ઉનડકટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. અક્ષરના સંગીત સેરેમનીમાં ઘણા નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા. આમાં તેણે તેની ભાવિ પત્ની મેહા સાથે જોરદાર ડાન્સ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અક્ષર અને મેહા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે અને આ દરમિયાન તેઓ ખૂબ નજીક પણ આવ્યા હતા. હવે બંને લગ્ન કરી રહ્યા છે. અક્ષરની ભાવિ પત્ની મેહા ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. મેહા અવારનવાર પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. બીજી તરફ અક્ષરની વાત કરીએ તો તેણે લગ્ન માટે ટીમ ઈન્ડિયામાંથી રજા લઈ લીધી છે. કેએલ રાહુલે પણ લગ્ન માટે રજા લીધી હતી. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *