દુનિયાના સૌથી ધનીકોમાં નામ ધરાવતા એલન મસ્ક રહે છે ભાડાના મકાનમાં! ભાડુ જાણશો તો ચક્કર આવી જશે…
આજકાલના આ Socialize યુગમાં સોશિયલ મીડિયાના ઘણાં સાધનોનો વ્યાપ વધવા પામ્યો છે,ત્યારે અત્યારે હાલમાં સોશિયલ મીડિયાનું ખૂબ જાણીતું અને બહોળા પ્રમાણમાં ફેલાયેલું પ્લેટફોર્મ તેમજ સોશિયલ સાઈટ twitter ,જેના Founder હાલમાં પરાગ અગ્રવાલ છે તે સાઈટને દુનિયાના સૌથી ધનિક એવા એલન મસ્કે તેને 44 અબજ ડોલરમાં ખરીદી લીધી છે.પરંતુ આટલી સંપત્તિ હોવા છતાં આ ધનિક ભાડાના મકાનમાં નિવાસ કરે છે,મળેલ રીપોર્ટ મુજબ એવું જાણવા મળ્યું કે એની પોતાની માલિકી ધરાવતું એવું કોઈ જ મકાન એમણે રાખેલ કે ખરીદેલ નથી..એવું તે શું થયું આ આટલા મોટા ધનિક સાથે કે તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે…ચાલો જાણીએ આ વાતને સવિસ્તાર સાથે…
મારી પાસે નોટના બંડલો સામે હોય એવી કોઈ સંપત્તિ નથી -એલન મસ્ક :- એલન મસ્કે એક વાર બીબીસી ન્યુઝના ઇન્ટરવ્યુંમાં એમણે પોતાની સંપત્તિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે મારી પાસે કેટલી સંપત્તિ છે એ હું જાણતો નથી…નોટના બંડલો મારી પાસે કે સામે પડ્યા હોય એવી કોઈ આ સંપત્તિ નથી.એને એક રીતે જોવા જોઈએ તો ટેસ્લા,સ્પેસ એક્સ અને સોલાર સિટીમાં મારી ભાગીદારી છે.બજારમાં તેની કિંમત ઘણી છે,પરંતુ મને એનાથી કોઈ જ ફર્ક પડતો નથી કારણ કે મારૂ આ ધ્યેય નથી..બેકમાં કેટલા પૈસા પડ્યા છે તે સફળતાનો માપદંડ નથી..મસ્કનીં આ વાત અંગે એવું જાણવા મળે છે કે એલન મસ્ક પોતાને એક સફળ રોકાણકારને બદલે એક સફળ એન્જિનીયર તરીકે ઓળખાવાનું વધારે સારૂ ગણાવે છે..
સાત આલીશાન બંગલાઓ પરથી આવ્યા ભાડાના મકાન પર :- એલન મસ્કે એક વખત 2020ના સમયગાળામાં એમને Twitter પર એવું કહ્યું હતું કે ” હું મારા વૈભવને હવે ઘટાડી રહ્યો છું.હવે મારી પાસે મારૂ જ કોઈ ઘર નથી.” એક મળેલ માહિતી મુજબ બે વર્ષ પહેલાના સમયગાળામાં એલન મસ્ક પાસે સાત આલીશાન બંગલાઓ હતા.. પણ પછી એમને એ તમામ સાત બંગાલાઓ એકસાથે વેચી દીધાં.અને અમેરિકન ન્યુઝ કંપની ફોર્બ્સના એક અહેવાલ અનુસાર હાલમાં તેઓ બોક્સાબલ નામના હાઉસિંગ સ્ટાર્ટઅપ હેઠળ બનાવવામાં આવેલ 20 બાય 20 નાં એક ભાડાના મકાનમાં નિવાસ કરે છે..આ ઘરની વિશેષતા એ છે કે તે ફોલ્ડેબલ છે અને તેને ટ્રાન્સપોર્ટ પણ સરળતાથી કરી શકાય છે. તેઓ આ મકાનનું માસિક 50 હજાર ડોલર ભાડાની ચૂકવણી કરે છે.પાછલા વર્ષે એક વીડિયો બહાર પડેલ હતો જેમાં આપને જાની શકીએ કે આ વિશિષ્ટ મકાન ટેક્સાસના બોકાચિકામાં આવેલું છે..
સંશોધનની દુનિયામાં ક્રાંતિ:- મસ્કે સંશોધનની દુનિયામાં કરેલી ક્રાંતિ વિષે જાણીએ તો હાલમાં મસ્કે ન્યુરોલીંક સાથે જોડાય તેવું મશીન બનાવવાનાં પ્રયત્નો શરૂ કર્યા છે.જો આ સફળ રીતે બહાર પડે તો સંશોધનની દુનિયામાં ખૂબ જ મોટી અને અદભૂત ક્રાંતિ ગણાશે.ઉપરાંત મસક એવી સોલાર ટાઈલ્સ બનાવી રહ્યા છે જેમાં સૂર્યની મદદથી ઘરની છતો મારફત વીજળી મળતી રહે.આ સાથે તેઓ એક એવા કાર્ય પર કામ કરી રહ્યા છે જે માટે એ પોતાની સમગ્ર મિલકત કે મૂડી ખર્ચી અને તેમાં રોકાણ કરવા તૈયાર છે..એ મિશન છે મંગળ ગ્રહ પર એક બેઝ બનાવવો..કેમ કે મસ્કનું એવું માનવું છે કે જો સંભવિત ન્યુક્લિયર યુદ્ધ કે એસ્ટેરોઈડ જો પૃથ્વી સાથે ટકરાશે તો ભૂ મોટો ખતરો ઉભો થશે આથી મંગળગ્રહ પર જવું એ વધુ સગવડતાભર્યું નીવડશે અને જો ભવિષ્યમાં ચંદ્ર અને મંગળગ્રહ પર માનવ નિવાસ હોય તો એમાં સતત ફલાઈટથી અવાર-જવર થતી રહે એ માટે તેઓ સ્પેસ એક્સ પણ બનાવી રહ્યા છે..
ફિલ્મ જગતમાં પણ એક સફળ અભિનેતા:- આ ઉપરાંત મસ્કે ફિલ્મ-જગતમા પણ પોતાનું સ્થાન બનાવેલું છે.ખૂબ જ પ્રખ્યાત અને લોકચાહના મળેલી ફિલ્મ આર્યન મેંણ-2માં એલન મસ્કે કામ કરેલું છે.એની પ્રથમ માર્વેલ સીરીઝમાં ટોની સ્ટાર્કે માસ્કની જિંદગી પર આધારિત ફિલ્મમાં અભિનય કરેલો હતો આ ઉપરાંત મસ્કે ઘણી જાણીતી ફિલ્મ જેવી કે ધ સિમ્પસન,બિંગ બેંગ થીયેરી અને સાઉથપાર્ક ના પણ અભિનય પ્રદાન કરેલો હતો..જે નોંધનીય બાબત છે….