સતર્ક રહો! કેરી પર જો આ ચીજવસ્તુઓ ખાશો તો બીમારીઓને નોતરશો…
ઉનાળાનું નામ પડે એટલે આપણને તરત એક ફળનું નામ યાદ આવે..જેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે અને ઉપરાંત તેના સ્વાદનાં તો સૌ કોઈ શોખીન હોય છે ઉપરાંત તેમાં પોષક તત્વો જેવા કે ફાઈબર, મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ જોવા મળે છે આથી શરીર પણ ફાયદાકારક રહે છે
પરંતુ જો તમે કેરીના સેવન કર્યા બાદ અમુક ખોરાક લો છુઓ તો તમને ઘણી ભયંકર બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે..તો ચાલો જાણીએ એ ખોરાક વિશે જેથી સતર્કતા રહે..
1.મસાલેદાર ખોરાક પડી શકે છે ભારી:- કેરીના સેવન બાદ તરત જ વધુ મસાલેદાર ખોરાક અને તીખી વસ્તુઓનું સેવન કરવાથી પેટને લગતી અને ચામડીને લગતી બીમારીઓ થવાની સંભાવના રહે છે..આથી આવા પ્રકારના ખોરાક સ્વાસ્થ્ય માટે સારા ન હોવાથી તેનું સેવન ન કરવું જોઈએ.
2.કડવા કારેલા પડશે હાનિકારક:- જો કેરીનું સેવન કર્યાં પછી જો તમે તરત જ કારેલા ખાઓ છુઓ તો એ ખતરનાક સાબિત થશે કેમ કે કારેલા કડવા હોય છે અને કેરી સ્વાદે મીઠી એટલે બન્નેમાં વિરોધાભાસ હોવાથી તેનું સેવન કરવું નિષેધ છે…કેમ કે જો તમે કારેલાનું સેવન કરશો તો તમને તરત જ ઉલ્ટી, ઉબકા કે શ્વાસોશ્વાસની તકલીફ કે બીમારી થઈ શકે છે..આથી આ અંગે કાળજી લેવી જરૂરી છે..
3.પાણીનું સેવન લાવશે બીમારી :- પાણી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પાણી વિના તો જીવન શક્ય નથી પરંતુ જો તમે કેરીના સેવન બાદ જો તમે તરત પાણી પીઓ છુઓ તો તમને પેટમાં દુખાવો, ગેસ કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને વારંવાર કરવાથી આંતડામાં ચેપ લાગી શકે છે જે ખૂબ જ ગંભીર બાબત છે.આથી મેડિકલ રિપોર્ટ મુજબ હંમેશા કેરીના સેવન બાદના અડધા કલાક પછી જ પાણી પીવું હિતાવહ છે..
4.ઠંડા-પીણા પડશે મોંઘા:- ઉનાળાની સીઝનમાં ઠંડા-પીણાં પીવા કોને ન ગમે! પરંતુ અમુક ગમતી વસ્તુ એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થતી હોય છે..જો તમે કેરીના સેવન પછી તરત જ ઠંડા પીણા પીવો છુઓ તો તમારાં શરીરમાં ખાંડની માત્રા ખૂબ વધુ પ્રમાણમાં વધી જવાની શકયતા છે કેમ કે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કેરીમાં ખાંડની માત્રાનું પ્રમાણ વધુ જોવા મળે છે અને કોલ્ડડ્રિંક્સમાં કેરીની સરખામણીએ ખાંડ ખૂબ જ વધુ હોય છે આથી આનું સેવન કરવું હિતાવહ નથી એટલે આવા પીણાં તરત જ પીવાનું ટાળવું જોઈએ.અને જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે, તો કેરી અને કોલ્ડડ્રિંક તેના માટે ખૂબ ખતરનાક નીવડે છે.આથી આ અંગે સતર્કતા જરૂરી છે..
5.દહીંની ઠંડક પડશે હાનિકારક:- દહીં ને શારીરિક ઠંડક માટે ઉત્તમ માનવામાં આવે છે.. પરંતુ દરેક ઉત્તમ વસ્તુ ક્યારેક ખરાબ પણ સાબિત થાય છે.જો તમે કેરીનાં સેવન બાદ કે એકસાથે દહીં ખાઓ છુઓ તો તમારા શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ અને ઘણા ઝેરી તત્વોનું પ્રમાણ વાયુવેગે વધવા લાગે છે.. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો દહીં સ્વાદે અને શરીરમાં ઠંડુ પણ કેરીની શારીરિક અસર ગરમ જોવા મળે છે ..આથી આ વિરોધાભાસને ભેગા કરવા એ સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઈ શકે…
આમ,જો આ 5 બાબતોનો ખ્યાલ રાખશો તો તમે કેરીની સાચી મોજ માણી શકશો નહિતર સ્વાસ્થય બગડશે અને સારવારના ખર્ચા પણ આવશે..આથી આ અંગે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે..