દેશની સેવાની સાથો સાથ આ જવાન કરે છે સમાજસેવા! 100 થી પણ વધારે દીકરીઓના કરાવી ચુક્યા છે લગ્ન…એક સમયે
મિત્રો જીવનમાં દરેક વ્યક્તિને આગળ જતા એકના એક જીવન સાથી જરૂર પડતીજ હોઈ છે. તેમજ દીકરીની વાત કરીએ તો તે ઘરની લક્ષ્મી હોઈ છે તે ઘરમાં હોઈ છે ત્યારે ઘરમાં રોશની હોઈ, પરંતુ જયારે જ્યારે પણ દીકરીના કન્યાદાનની વાત આવે ત્યરે પરિવારના દરેક લોકો ખુબજ દુઃખી થઇ ને રડી પડતા હોઈ છે. તમે જાણોજ ચો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે લોકો ખુબજ ધૂમધામની લગ્ન પણ કરી રહ્યા છે. તેવામાં તમને એક વ્યક્તિ વિષે જણાવીએ તો તેણે એક સમયે પોતાની બેનના લગ્ન માટે પૈસા વ્યાજે લીધા હતા અને આજે એ જ વ્યક્તિએ કુલ 100 થી પણ વધારે દીકરીઓનું કન્યાદાન કર્યું છે. આવો તમને આ વ્યક્તિ વિષે વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો રાજકોટના શાપરના આ જીઆરડી જવાન વિશે કે જેને છેલ્લા 13 વર્ષમાં 100થી વધુ દીકરીઓને પરણાવી છે. જો કે શરૂઆતમાં તો પૈસા ઉછીના લીધા હતા પરંતુ પછી હપ્તા ભરીને દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. આ સાથે જ આ ભાઈ કરિયાવરમાં દરેક દીકરીને 100થી વધુ વસ્તુઓ આપે છે. જે ખુબજ સરાહનીય કાર્ય છે. લોકો આ આ વ્યક્તિના ખબજ વખાણ કરી રહયા છે. તેમજ વાત કરીએ તો આજના અમયમાં લોકોને પૈસા વાહડરે મેટલ જોવા મળતો હોઈ છે તેવામાં ગરીબ પરિવારને લગ્ન કરવા ખુજ ખર્ચાળરૂપ બનતા હોઈ છે આને આ મુશ્કેલી તેમને ખુબજ ચિંતામાં નાખી દેતા હોઈ છે.
આ ચિતાઓની વચ્ચે રાજકોટના શાપરાના આ જીઆરડી ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા બલરાજ દેવમુરારીએ ગરીબ દીકરીઓના મા–બાપ બનીને યથાશકિતએ પરણાવી સાસરે વળાવાનો સેવા હાથ ધરી છે. તેમના પરિવારની જો વાત કરવામાં આવે તો બલરાજભાઈને સંતાનમાં બે પુત્ર જ હતા. દીકરી પ્રત્યેના પ્રેમને લઈને તેઓએ દીકરી દતક લીધી અને સાથે જ એવી દીકરીઓ જેનામાતા-પિતા ન હોય અથવા તો ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી દીકરીઓને પરણાવવાનો નિશ્ચય કર્યો. પણ તમનેજણાવી દયે કે એક સમય એવો હતો કે જ મિત્રએ બહેનના લગ્ન માટે વ્યાજે લીધેલા નાણા ચૂકવવા જે મુશ્કેલી પડી હતી એ જોઈને બલરાજભાઈએ આ સંકલ્પ કર્યેા હતો.
તેમનું આ સેવાનું કાર્ય વર્ષ 2010થી શરૂ કર્યું હતું તેઓએ શરૂઆતમાં 2 પછી 5 અને ધીરે ધીરે આ કાર્યમાં તેઓએ એક સાથે 15 15 દીકરીઓના ખુબજ ઉત્સાહ અને ધામધૂમ લગ્ન કરાવ્યા. તેમજ જો વાત કરીએ તો જ્યારે સમૂહલગ્નના આયોજન કરવાનું નક્કી કર્યું ત્યારે કોઈ દાતા પણ મળેતેમ ન હતા તે સમયે તો ઉછીના પૈસા લઇ, હપ્તા ભરીને પણ બલરાજભાઈએ દીકરીઓના લગ્ન કરાવ્યા. આજે બલરાજભાઈ અને તેના ગ્રુપના લોકો દીકરીઓને ઘરવખરીની તમામ વસ્તુઓ ઉપરાંત સેટી, કબાટ, સોનાની એક વસ્તુ, કપડા સહિતની 100 જેટલી વસ્તુઓનો કરિયાવર આપે છે. વર્ષમાં બે વખત બલરાજભાઈ સમૂહલગ્ન કરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો