અંબાજી: 4 દિવસ પહેલા રજા લઈને આવેલ BSF જવાનનું અકસ્માતમાં થયું દુઃખદ નિધન! ઘર પાસેજ થયું એવુ કે… જાણો
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ ઘટના અંબાજી જાંબુડી વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે. જ્યાં રહેતા બીએસએફ જવાનનું મૃત્યું થયું છે. ભૂરારામ કેવળાભાઈ ગરાસિયા નામના જવાન રજા લઈને ઘરે આવ્યા હતા. ઘર પાસે જ તેમનું બાઇક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની સારવાર માટે જવાનને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જવાનનું સારવાર દરમિયાન જ ગુરૂવારે પ્રાણ પંખીડુ ઉડી જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
નોંધનીય છે કે, સારવાર દરમિયાન ગુરૂવારે તેમનું મૃત્યું થયું હતુ આમ આ જવાન 162 BSF બટાલિયન છત્તીસગઢ ખાતે નોકરી કરતા હતા. ભૂરારામનું અકસ્માતમાં મોત નિપજતા આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમજ જવાનનું અકસ્માતના કારણે મોત નીપજતા પરિવાર અને ગામ લોકોમાં દુખનો માહોલ છવાયો હતો.
આમ જવાન ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો. ઘર પાસે જ બાઇક સ્લીપ થઇ ગઇ હતી. તેમજ બીએસએફ જવાન તેની પાછળ એક પુત્રી અને પુત્રને વિલાપ કરતા મૂકી ગયા છે. તેમજ મૃત્યુ બાદ આર્મી દ્વારા જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. અંતિમ સંસ્કાર સમયે લોકોનાં ટોળેટળા હાજર રહ્યા હતા. આ સાથે ભારત માતાકી જયના નારા પણ લાગ્યા હતા. તેમના મૃત્યુ બાદ સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.