અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે વરસાદને લઇ કરી મોટી આગાહી ! તેમજ ખેડૂતોને વાવણી કરવા માટે અંબાલાલ પટેલ જણાવે છે કે…

હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદ ની અસર ખુબજ જોવા મળી રહી છે લોકો ખુબજ ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે તેમજ ખેતી કરતા ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં પુશ્કળ વરસાદ વરસ્યો જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, ખેડા, વગેરે જીલ્લાઓ.

હાલ ગીર સોમનાથ ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જે આજ બપોર બાદનો ખુબજ જોવા મળ્યો છે. જ્યારે ઉનાળાની આવી કાળઝાળ ગરમી માંથી લોકોને રાહત મળતી નજર આવે છે. આજે ગુજરાતના મોરબીના પીપળી, બેલા અને જેતપુર રોડ પર ભારે પવન સાથે થયો હતો જે પછી સમગ્ર ગામમાં પાણી વહેતું થયું હતું. તેમજ સુરત માં પણ ઓલપાડ તાલુકો, કામરેજમાં વરસાદ થતા ઠેર ઠેર ખુબજ પાણી ભરાયા હતા.

તેમજ અંબાલાલ પટેલ જણાવે છે કે ૨૬-૨૭ જુન બાદ પડશે ભારે વરસાદ. તેમજ વડોદરા, ખેડા, અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે જુલાઈથી ઓગષ્ટનાં પ્રથમ સપ્તાહમાં સુધી પડશે સારો વરસાદ. અને સપ્ટેમ્બરમાં પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. અને નદીઓનાં જળસ્તરમાં થશે વધારો. અને વધુ મહત્વનું એ છે કે ખેડૂતો માટે અંબાલાલ પટેલ જણાવે છે કે તેઓને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે.

અન્ય જીલ્લાઓની વાત કરીએ તો દ્વારકામાં ખંભાળીયાના ભાણવરિ ગામ અને આસપાસના વિસ્તારોમાં મેઘમહેર થયો હતો. તેમજ તાપી નાં વ્યારાના પાનવાડી, કપૂરા, પનીયારી, સહિતના વિસ્તારોમાં થોડા થોડા ઝાપટા જોવા મળ્યા હતા. તેમજ બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં આવનારા બે દિવસમાં અમદાવાદ અને ગાંધીનગર પણ છુટ્ટો છવાયો વરસાદ જોવા મળશે.

તેમજ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાનાં વિજયનગરમાં ૪૨ મીમી અને વિરમગામમાં ૨૩ મીમી થી વધારે વરસાદ વરસ્યો હતો. આમ વધુમાં હવામાન વિભાગ જણાવે છે કે આવનાર ૫ દિવસોમાં ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં છુટ્ટો છવાયો વરસાદ જોવા મળશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *