અંબાલાલ પટેલે કરી મોટી આગાહી અગામી ૧૦ થી ૧૫ જુલાઈ સુધી ગુજરાતમાં આવશે ભારે વરસાદ…જાણો વિગતે

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. ત્યારે હાલમાંજ ગઈકાલે સુરતમાં ખુબજ વરસાદ વરસ્યો હતો. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 10 થી 15 જુલાઈ વચ્ચે વરસાદની આગાહી કરી છે.

આગાહી કરતા અંબાલાલ પટેલ કહે છે કે 10 જુલાઈથી રાજ્યાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જેના પગલે 15 જુલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે. ત્યાં જ આ દરમિયાન ભારે વરસાદની પણ સંભાવના છે. તેમજ અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો તે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. દરમિયાનાં હવામાન વિભાગની પણ વરસાદની આગાહી તો યથાવત છે જ ત્યારે વધુ એક વરસાદની આગાહી સામે આવી રહી છે.

તેમજ એ વાત ખરી છે કે શુક્રવારે હવામાન વિભાગે આગાહી આપી હતી, જે અનુસંધાને રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનો માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને ઉત્તર ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગે શનિવારે સવારે આઠ વાગ્યે એટલે કે બીજી જુલાઈના રોજ જાહેર કરેલી યાદી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *