વરસાદને લઇ અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી, ઓગસ્ટ મહિનાની આ તારીખ થી થશે ભારે વરસાદ તેમજ…જાણો વિગતે

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે. આવો તમને આ આગાહી વિશે જાણકારી આપીએ.

તવાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, વરસાદ અંગે જોઈએ તો હમણાં ઉઘાડ નીકળશે પણ હજુ વરસાદ ગયો નથી. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદના યોગ છે. જેમાં તારીખ 2થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની શરૂઆત થશે. પછી ભારે વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 6 આસપાસ પણ વરસાદની શક્યતા છે. મુંબઈ, મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે. જેમાં વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદના યોગ છે. આ સિવાય તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે.

તેમજ વધુમાં જણાવ્યું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે જેના લીધે સાબરમતી નદીમાં પાણી વધવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશમાં વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થશે. વરસાદ થતાં લીલા તેમજ અન્ય રવિ પાકો સારા થશે. આશ્લેષા નક્ષત્રમાં વરસાદનું જોર વધશે.

આમ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સરેરાશ માત્ર 24 મી.મી. જ પાણી વરસ્યુ હતું. જયારે કચ્છમાં 59 મીમી, ઉતર ગુજરાતમાં 148 મીમી, મધ્ય ગુજરાતમાં 80 મીમી તથા દક્ષિણ ગુજરાતમાં 97 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ વધુમાં જણાવ્યું કે છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને અસરકર્તા નવી કોઈ મોટી સીસ્ટમ નથી. રાજયમાં અત્યાર સુધીમાં સીઝનમાં સરેરાશ 70 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 117 ટકા વરસાદ પડયો છે. જયારે ઉતર ગુજરાતમાં 56.50 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 82 ટકા વરસાદ નોંધાયો છે.

આ સાથે રિપોર્ટ મુજબ, હવામાન વિભાગના ડાયરેક્ટરએ જણાવ્યું છે કે, “આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યમાં સામાન્ય અને છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત છે. કાલે એટલે કે 29 જુલાઈ પછી સામાન્ય વરસાદ રહેશે. વરસાદનું પ્રમાણ ઘટતા ગરમી અને બફારામાં વધારો થશે. અમદાવાદમાં આજે અને કાલે સામાન્ય વરસાદ રહેશે.”

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *