ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવાના છે અંબાલાલ પટેલે કરી ભુકા કાઢી નાંખે તેવી આગાહી…જાણો વિગતે

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે. આવો તમને આ આગાહી વિશે જાણકારી આપીએ.

અંબાલાલ પટેલ આગાહી કર્તા જણાવે છે કે 27 તારીખથી એટલે કે આજથી વરસાદનું જોર ઘટવાનું છે, જ્યારે ઉત્તર ભારતના રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આમ એક અઠવાડિયા પછી એટલે કે ઓગસ્ટ મહિનાના શરુઆતના અઠવાડિયામાં ફરી એકવાર વરસાદનું જોર જોવા મળશે અને તે દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં તાપી નદીનું જળ સ્તર વધવાની સંભાવના છે. 2 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્યમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ આગામી ત્રણ દિવસની વાત કરીએ તો રાજ્યમાં 28થી 30 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભોગોમાં સારો વરસાદ રહેવાની સંભાવના રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.

આમ વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરમાં તથા અરવલ્લીના ભીલોડામાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો હતો. હજુ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જોકે, આ પછી ધીમે-ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જશે. ચાલુ અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં પણ હળવો વરસાદ રહેશે. આજે રાજ્યના મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાજ્યમાં આજે ક્યાંય ભારે કે અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.

તેવામાં જોઈએ તો અમદાવાદમાં પણ પાછલા કેટલાક દિવસોથી મોડી સાંજે તથા રાત્રે વરસાદી ઝાપટાં છૂટાછવાયા વિસ્તારમાં થતા રહે છે. આજ રીતે આગામી દિવસોમાં પણ શહેરમાં તથા આસપાસના ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. ગઈકાલે સાંજે તથા રાત્રે પણ શહેરના કેટલાક ભાગો તથા ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.