અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદ અંગે કરી મોટી આગાહી, કહ્યું કે આગામી દિવસોમાં… જાણો વિગતે

વાત કરીએ તો હાલ છેલ્લા ઘણાં દિવસો થી ગુજરાતમાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. અને ઘણા જિલ્લાઓમાં તો પાણી વહેતા થઈ ગયા છે. તેવાંમાં ફરીવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે, જેની અસરનાં કારણે ગુજરાતમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.

વાત કરીએ તો ચાલુ અઠવાડિયાના અંતમાં અમદાવાદ વરસાદ રહેવાની આગાહી છે. અંબાલાલ દ્વારા ફરી એકવાર રાજ્યના વરસાદ અંગે મોટી આગાહી કરવામાં આવી છે તેમણે જે આગાહી કરી છે તે તમામ તૈયારીઓ કરીને બેઠેલા ખેલૈયાઓ તથા નવરાત્રીનું આયોજન કરનારાઓની ચિંતા વધારનારી છે. તેમજ આમ ખાનગી હવામાન વેબસાઈટ વિન્ડી દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આજે પણ અમદાવાદમાં બપોરના 2થી 4 વચ્ચે તોફાની ઝાપટું થઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે 100 ટકા વરસાદ થઈ ગયો છે પરંતુ હજુ પણ આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેશે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

તમને જણાવીએ તો વરસાદ અંગે આગાહી કરતા અંબાલાલ પટેલ કહે છે કે, હજુ પણ રાજ્યમાં વરસાદના યોગ છે. બંગાળના ઉપસાગરમાં વધુ એક વહન શરુ થવાની તૈયારીમાં છે. જેના લીધે રાજ્યમાં 11-12 તારીખે ફરી વરસાદ થવાની સંભાવના છે. ઉપરાઉપરી વહનના લીધે રાજ્યમાં વરસાદ થોડા દિવસો સુધી થતો રહેશે. નવરાત્રીના દિવસોમાં પણ છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં ઓક્ટોબર માસમાં પણ વરસાદ થશે તેવી આગાહી તેમણે કરી છે.

આમ આ સાથે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી બે દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં જણાવીએ તો અમદાવાદ સિવાય ગાંધીનગર, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, નવસારી, વલસાડ સહિત દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થશે. રાજ્યના ઉત્તર ભાગમાં હવામાન કોરું રહેવાની આગાહી કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.