ચોમાસા ને લઈ ને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! 24 મે ના રોજ વરસાદ નુ આગમન પરંતુ…

હાલ તમને ખબરજ છે કે ઉનાળા નો સમય ચાલી રહ્યો છે અને ગુજરાત માં ખુબજ કાળ ઝાળ ગરમી પડી રહી છે. છતાં પણ લોકો પોતાનું કામ કરવા માટે આવી ગરમી માં પણ બહાર જતા હોઈ છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગરમી ખુબજ પડી રહી છે અને લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોઈ છે. જો આવી ગરમી માં વરસાદ નું આગમન થાય તો લોકો ને ખુબજ રાહત મળતી દેખાય છે. અને ગરમી થી છુટકારો મળે છે.

તેવામાં હવામાન નાં નિષ્ણાત અંબાલાલ પટેલ એ મોટી આગાહી કરી છે. તેઓ ની આગહી ના અંદાજ પ્રમાણે તેમણે જણાવ્યું કે ગુજરાત માં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે ૨૪મેના રોજ ઉતર ગુજરાત,મધ્ય ગુજરાત અને સોરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તેમજ ૨૪મે થી ૪ જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાશે અને ગુજરાતના અમુક વિસ્તારો માં કમોસમી વરસાદ થશે.

આમ રાજ્ય માં અંબાલાલ નાં જણાવ્યા પ્રમાણે ૨૪મે થી ૪ જુન સુધી માં વીજળીના અવાજ સાથે હળવો વરસાદ પડશે. અને આ દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટી શરુ થશે. અને તેમજ રાજ્ય નાં ઉતર-મધ્ય અને દક્ષીણ ગુજરાત માં ૧૫ જુન પહેલા હળવો વરસાદ વરસશે. અને સાથે સાથે ગુજરાત નાં દરિયાકિનારે પણ હળવો વરસાદ આવશે તેવી આગાહી કરી છે.

આમ હવામાન વિભાગે પણ ચોમાસું વહેલા આવશે તેવું જાહેર કર્યું છે. ગુજરાત માં ચોમાસું ૧૦ જુન પછી આવશે અને તેમજ  અંદમાન નિકોબાર માં આ વર્ષે ચોમાસું વહેલા આવી ગયું છે અને કેરળ માં ૧ જુન કરતા ૫ દિવસ વહેલા ચોમાસું આવશે. તેથી તારીખ ૨૭મેં થી ચોમાસુ કેરળ માં પહોચશે તેવી ચોક્કસ શક્યતાઓ જણાવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *