આ ગુજ્જુ યુવકને લીધે અમેરિકાને પણ પોતાના નિયમ બદલવા પડ્યા! કેટલું મહત્વ ધરાવતો હશે આ વ્યક્તિ,…જાણો પુરી વાત
મિત્રો વાત કરીએ તો આપણા ગુજરાતના લોકોની વાતજ અલગ છે જ્યા પણ જાઈ છે ત્યાં તેની માતૃ ભૂમિ અને સંસ્કૃતિ ભૂલતા નથી રાજ્યના જેટલાં લોકો વિદેશ નોકરી કરવા કે કોઈ હરવા ફરવા જાઈ છે કે આ જીવન ત્યાં રહેવા જાઈ છે તો પણ તે તેની સંસ્કૃતિ ભૂલતા નથી અને તેને જાળવી રાખે છે. હાલ એક તેવોજ કિસ્સો તમને જણાવા જઈ રહ્યા છીએ. જેમાં હિન્દુ આસ્થાનું સન્માન કરતાં અમેરીકન વાયુ સેનાએ ગુજરાતી જવાનને માથા પર તિલક લગાવીને ડ્યૂટી કરવાની મંજૂરી આપી છે.
તમને જણાવીએ તો અમેરિકાના વ્યોમિંગમાં એક એરબેસમાં તૈનાત ગુજરાતી મૂળનો દર્શન શાહ છેલ્લાં બે વર્ષથી ડ્યૂટીમાં તિલક રાખવા દેવાની મંજૂરી માંગી રહ્યો હતો. આમ દર્શન શાહનો પરિવાર મૂળ ગુજરાતનો છે. તેઓ વર્ષો પહેલાં અમેરિકા સેટલ થયા હતા. તેનો પરિવાર અમેરિકામાં મિનેસોટામાં રહે છે. આ પરિવાર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ)સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં યુ આકારના તિલકનું ખાસ મહત્વ છે.
આમ દર્શન શાહે જૂન-2020થી અમેરિકીન સેનાની ટ્રેનિંગ લીધા બાદ તિલક સાથે ડ્યુટી કરવા દેવાની માંગ ઉઠાવી હતી. તેણે વખતોવખત આ અંગે અમરીકન વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડ સાથે સંપર્ક કર્યો હતો. તે આ મંજૂરી માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. અંતે તેમાં એ સફળ થઈને જ રહ્યો છે. તેમજ આ અંગે દર્શન શાહે કહ્યું હતું કે દરેક કામ કરતી વખતે તિલક લગાવવું ખૂબ સારું છે. હવે તિલકને મંજૂરી મળી જતાં મારી આજુબાજુના લોકો મને શુભચ્છા પાઠવી રહ્યા છે.
તેમજ વધુમાં જણાવ્યું કે “મેં આ ધાર્મિક મંજૂરી માટે ખૂબ મહેનત કરી હતી. આ તિલકે મને ઘણી વખત માર્ગદર્શન આપ્યું હતું. સનાતન ધર્મમાં તિલક લગાવવાની પરંપરા છે.” આમ દર્શનના આ કામ ને લઇ ગુજરાતના લોકો ખુબજ ગર્વ અનુભવી રહ્યા છે કે ગુજરાતનો એક માત્ર જવાન કે જે US. Army માં છે છતાઈ તે તેની સંસ્કૃતિ ભુલ્યો નથી આને તેને જાળવી રાખવા ખુબજ સંઘર્ષ કરી તેની મહેનત રંગ લાવી છે.