કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ એ કરી મહત્વ ની આગાહી ! આગાહી મા જણાવ્યુ કે…

આવી કાળઝાળ ગરમીને લીધે લોકોને ખુબજ તડકા નો સામનો કરવો પડે છે. અને આવા સમયે હવામાન વિભાગે મહત્વ ની આગાહી કરી છે. કે વાદળછાયા વાતાવરણ નાં પગલે આકરી ગરમી થી આંશિક રાહત મળશે. ખુબજ પ્રચંડ ગરમીમાં શેકાતા અમદાવાદમાં શનિવારથી તાપમાન બે થી ત્રણ ડીગ્રી જેટલું ઘટી જશે.

આમ પ્રચંડ ગરમી ઘટતા અમદાવાદ અને ગાંધીનગર નાં લોકો ને ગરમી થી રાહત મળશે તેમજ સુરેન્દ્રનગર માં પણ ૪૨ ડીગ્રી તાપમાન રહેશે. તેમજ હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે ૫ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ આશંકા નથી જોકે વાદળછાયું વાતાવરણ ને લીધે ગરમી થી થોડો છુટકારો મળશે. અને હાલ કેરળમાં મોન્સુન ઓનસેટ શરુ છે. અને ગુજરાતમાં વરસાદ ને લઇ હાલ કોઈ આગાહી છે નઈ.

ગુજરાતના પશ્ચિમ માં પવન ફુકાઇ રહ્યો હોવાથી હાલનાં સમય માં પ્રી મોન્સુનની એક્ટીવીટી મોટાપાયે નહિ મળે. તેથી હાલ કોઈ પણ પ્રકારની વરસાદની સીસ્ટમ એક્ટીવ નથી. કેરળમાં ચોમાસું બેસું ગયું છે અને ૪ દિવસ બાદ તે કર્ણાટક પહોચી જશે. આ ચોમાસું કેરળમાં ૨૯ મેના રોજ શરુ થયું હતું અને દર વર્ષે કેરળમાં જ્યારે ચોમાસું બેસે છે તેના ૧૫ દિવસ બાદ ગુજરાતમાં ચોમાસની શરૂઆત થતી હોઈ છે.

તેમજ હવામાન વિભાગ નાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ ૧૫ જુન ની આસપાસ શરુ થશે અને આ વર્ષે ખુબજ સારો વરસાદ પડશે. આમ આવી કાળઝાળ ગરમીની ઋતુ માં જો વરસાદના આવવા નાં  સમાચાર સામે આવે તો ગુજરાતના લોકો માટે ખુબજ રાહત ની વાત છે કારણકે આવી ગરમી માં લોકો ખુબજ હેરાન થઇ રહ્યા છે. આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૫ જુન થી ચોમાસું બેસી શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.