આ ગુજરાતી કાકા ના લીધે અમિતાભ બચ્ચન નો જીવ બચ્યો હતો ! ફિલ્મ કુલી ના શુટીંગ વખતે એવી ઘટના બની સતી કે…

જેમ તમે જાણોજ છો કે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હોઈ છે તેમજ બધીજ મુશ્કેલીનો સામનો આપણે જાતેજ કરવો પડતો હોઈ છે. છતાં પણ લોકો આપણી મદદ માટે ભગવાન બનીને આવી પડતા હોઈ છે. એક તેવાજ ગુજરાતી કાકાની વાત કરીશું કે જેનું હાલમાંજ દુઃખદ અવસાન થયું છે. તેમજ તેમણે એક વાર બૉલીવુડના ખુબજ નામચીન એક્ટર અમિતાભ બચ્ચન કે જેને લોકો બિગ બી ના નામે પણ ઓળખે છે. તેઓને તેમના મુશ્કેલ સમયમાં એટલે કે જીવન અને મરણની પરિસ્થિતિમાં લોહી આપ્યું હતું. ચાલો તમને આ બાબત વિસ્તારમાં જણાવીએ.

વાત કરીએ તો બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને વર્ષ 1982માં ફિલ્મ કૂલીના શૂટિંગ દરમ્યાન ગંભીર ઇજા થઇ હતી, જે વિશે સૌ કોઈ જાણે છે. ફિલ્મના સેટ પર અચાનક જ અકસ્માતે અમિતાભને ઇજા થઇ અને તેઓ ઝોલા ખાતા જઈ પડયા જીવન મરણ વચ્ચે. જયારે તેમની સારવાર ચાલી રહી હતી અને તેઓ મોતથી ઝૂઝી રહયા હતા ત્યારે ડોકટરેએ જણાવ્યું કે અમિતાભ બચ્ચનને લોહીની જરૂર છે. આ જાણીને અમિતાભ બચ્ચનને લોહી આપવા માટે હોસ્પિટલમાં તેમના ઘણા ચાહકો ભેગા થઇ ગયા હતા. પણ લોકો તેમને લોહી આપી શકે એમ ન હતા.

તેમજ આ વાત રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક અને રિસર્ચ સેન્ટર પર પણ પહોંચી અને ત્યાંના એક સભ્ય શેલિયા વેલજીભાઈ મોહનભાઇ બિગ બી માટે લોહી લઇને મુંબઇ ગયેલા અને વધુ લોહીની જરૂર હોવાથી બ્રિચકેન્ડીમાં હોસ્પિટલમાં પણ રક્તદાન કર્યું હતું. વેલજીભાઈનું લોહી અમિતાભ બચ્ચનને મેચ થતું હતું, તેમણે રક્તદાન કર્યું અને એ પછી અમિતાભનો જીવ બચી ગયો.

બિગ બીને એ સમયે લોહી આપનાર વેલજીભાઇ શેલિયાનું 71 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. વેલજીભાઇએ માત્ર અમિતાભને જ લોહી નથી આપ્યું, પણ તેમને આખા જીવન દરમ્યાન 128 વખત રક્તદાન કરીને લોકોને પ્રેરિત કર્યા હતા. બિગ બી માટે લોહી આપનાર વેલજીભાઇનો જન્મ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે થયો હતો. તેઓ ખેતી કરવાની સાથે જ સમાજસેવા કરવા માટે પણ પ્રસિદ્ધ હતા. ગામના લોકોનું કોઇ પણ કામ હોય તો તેઓ અડધી રાતે પણ તૈયાર થઇ જતા હતા. તેમને પોતાના જીવનકાળ દરમ્યાન 128 વાર રક્તદાન કર્યું હતું અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. તેમના દીકરાઓના જણાવ્યા અનુસાર, તેમના પિતા પાસે કોઇ પણ મદદ માંગવા આવતું દવાખાનાનું કામ હોય કે કોઇ બીજા કામો, તેઓ નાતજાત જોયા વિના હોઇ પણ સમયે પોતાનું કામ છોડીને લોકોની સેવામાં લાગી જતા હતા.

આમ ખેતીકામ કરતા અને તંદુરસ્ત જીવન જીવતા વેલજીભાઇને કોઈપણ જાતનું વ્યસન ન હતું. છેલ્લે છેલ્લે તેમને શુગરની બીમારી થઇ ગઇ હતી અને લગભગ 4 દિવસો પહેલા જ તેમના શરીરમાં શુગર ઘટી જતા તેઓ કોમામાં સરી પડયા હતા. જેને કારણે સ્થાનિક સારવાર બાદ તેમને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જો કે ઉપચાર કારગર નહિ નિવડતા 3 સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના એક પરિચિતના જણાવ્યા અનુસાર, વેલજીભાઇ ક્યારેય ફિલ્મો જોતા ન હતા કે તેઓ અમિતાભ બચ્ચનના પ્રશંસક પણ ન હતા. તેમ છતાં માણસાઇ દાખવતા તેઓએ રક્તદાન કર્યું હતું. વેલજીભાઇ કોઈ પણ કલાકારોની ફિલ્મ જોતા ન હતા. અમિતાભ બચ્ચનને જયારે જાણવા મળ્યું કે વેલજીભાઇએ તેમને લોહી આપ્યું છે ત્યારે અમિતાભ બચ્ચને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી,પણ વેલજીભાઇ તેમને મળવા ક્યારેય ગયા નહિ. અમિતાભ બચ્ચનની પત્ની જ્યા બચ્ચન અને ટીના મુનીમ એકવાર રાજકોટ આવ્યા ત્યારે તેમને વેલજીભાઇને સન્માનપત્ર સાથે સોનાની ગીની આપીને સન્માન કર્યું હતું. આ રીતે બચ્ચન પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.