અમરેલીમાં બની સતત બીજી ઘટના સિહણે લીધો સાત વર્ષના માસુમ બાળકનો જીવ ! થયું એવું કે જયારે સીમમાં…જાણો
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે હાલ એક મૃત્યુની ઘટના સામે આવી રહી છે જેમાં એક નાના માસુમ બાળકનો સિંહે જીવ લઇ લીધો. સિંહ એક માંસાહારી પ્રાણી હોવાથી તે પોતાના શિકારની તલાશમાં ઘણી વખત જંગલની નજીકના ગામમાં આવી જતો હોઈ છે. અને પશુઓ તેમજ પાલતું પ્રાણીઓનો શિકાર કરતો હોઈ છે. પણ અહ્યા તો આ નાના માસુમ બાળકનો જીવ જતા સમગ્ર ગામ હિબકે ચડ્યું છે.
આ ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામમાંથી સામે આવી રહી છે. જ્યાં બીજી વખત સિંહના હુમલાની ઘટના સામે આવી રહી છે. જ્યાં ખેતમજૂર પરિવારના સાત વર્ષના બાળક પર સિંહણે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા સાત વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર પર આભ ફાટ્યું હતું. તેનું કારણ ઈ પણ છે કે અમરેલી જીલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિંહણે હુમલો કરતા દેકારો બોલી ગયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ આ ઘટના બાદ સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જે બાદ ધારી ગીર વનવિભાગના DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા વનવિભાગ સાવરકુંડલા રેન્જને કડક સૂચના આપતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી અને પાંજરા ગોઠવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અહીં 15 દિવસ પહેલા 3 વર્ષના બાળક ઉપર સિંહણ દ્વારા હુમલો કર્યો હતો અને મોત થયું હતું ત્યારે આજે બીજી ઘટનામા બાળક નું મોત થયું છે જેના કારણે વધુ ભયનું વાતાવરણ ઉભું થયું છે. આમ જ્યારે 15 દિવસ પહેલા સિંહણે હુમલો કર્યો હતો અને શંકાના આધારે દીપડો અને એક સિંહ વનવિભાગ દ્વારા પાંજરે પુરી દીધા હતા. જોકે ગ્રામજનોને એવી પણ આશંકા છે પહેલી વખત હુમલો કરનાર સિંહણ જ અત્યારે હોય શકે આ સિંહણ વનવિભાગના પાંજરે ન પુરાય હોય તેવી વનવિભાગ અને ગ્રામજનોને આશંકા ઉભી થઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો