૧૧ વર્ષની બાળકી પોતાના નાના દુધપીતા ભાઈને લઈને જાય છે શાળા એ કારણ જાણસો તો ભાવુક થઇ જશો …

હાલના સમયમાં તમે પણ સોશીયલ મીડિયા પર અનેક તસ્વીરો વાયરલ થતી જોય હશે .પરંતુ આ તસ્વીર જોઇને  કોઈ ભાવુક થઇ ગયા છે  તો કોઈ આ પાછળ નું કારણ  જાણી ને  લોકો આ બાળકોના વખાણ કરતા થાકતા નથી સાથે જ આ તસ્વીર જોઈ લોકો પોતાના આસુ પણ રોકી શક્યા નથી . વાસ્તવમાં આ તસ્વીર  સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જે ૧૧ વર્ષની નાની બાળકી જે પોતાના  દૂધ પીતા ભાઈને લઈને  સ્કુલમાં ભણવા માટે જાય છે .

આ બાળકીને પોતાના ભાઈને સમભાણવાની જવાબદારી ની સાથે પોતાને ભણવાની ની આશા  પણ છે જે આ તસ્વીર માં તમે જોઈ શકો છો . આ બાળકી પોતાના ભાઈને ખોળામાં લઈને સ્કુલમાં ભણતી જોવા મળે છે તસ્વીરમાં જોનાર આ બાળકી નું નામ માનીગસીલીંઉ પમેઈ  છે . આ બાળકી માલીપુર ની છે.સોશિયલ મીડિયા  પર વાયરલ થઇ રહેલો આ ફોટો માં તમે જોઈ શકો છો કે પમેઈ ખુરશી પર બેઠી છે અને  લખી રહી છે જયારે એના ખોળામાં બેઠેલો ભાઈ સુઈ  રહ્યો છે.

જાણકારી મળ્યા અનુસાર આ બાળકી માલીપુર ના સુદૂર જેલીયોગ્રોગ નાગાબહુલ તામેન્ગ્લોંગ જીલ્લામાં રહેનારી છે .આ બાળકીના માતા પિતા પરિવારના ભરણપોષણ  માટે ખેતરમાં કામ કરવા જાય છે અને આ બાળકી ડેલોંગ ગામમાં સ્વાયત જીલ્લા પરિષદ દ્વારા સંચાલિત કરેલા ડેલોંગ પ્રાથમિક વિદ્યાલય માં ધોરણ ૧ માં અભ્યાસ કરે છે.જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકી પોતાના માતા પિતા ની સૌથી મોટી સંતાન છે આના ૪ ભાઈ બહેન છે  .

તે ઘરમાં મોટી બહેન હોવાના કારણે પોતાના નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવાની જવાબદારી તેની છે , સવારે માતા પિતા ના કામે ગયા પછી ઘરના નાના ભાઈ બહેનનું ધ્યાન આજ રાખે છે આવામાં પોતાના અભ્યાસ માટે નાના ભાઈ ને એકલા રાખી ને જઈ શકે  એમ નથી એટલા માટે તે સાથે લઇ જવા નું યોગ્ય ગણે છે.આ  ૧૧ વર્ષની નાની બાળકી સ્કુલે જવા માટે યુનિફોર્મ પહેરી પાછળ  દફતર લગાવી ને નાના ભાઈ ને સાથે લઈને ચાલતા જ સ્કુલે જાય છે .એવામાં આ બાળકીની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તો તે પ્રદેશના CM એ પણ આ વાત ને ધ્યાનમાં રાખી .

બાળકીના ભણતર પ્રત્યેની લગનને જોઇને મુખ્યમંત્રી N . બીરેન સિંહ એ એક બાળકોની સેવા કરતા દલ ને તેના ઘરે  મોકલ્યું .  ટીમે એકીકૃત બાળ સંરક્ષણ યોજનાના આધારે બાળકીની મદદ કરી અને પરિવારને ત્વરિત અનાજ ની વ્યવસ્થા કરી આપી  .માત્ર આટલું જ નહી બાળકી ને જોઇને કેબીનેટ મંત્રી વિશ્વજીત સિંહ એ બાળકીની સ્નાતક સુધીની ભણતરની જવાબદારી ઉઠાવી , આ ઉપરાંત રોંગમેંઈ નાગછાત્ર સંગઠન , મળીપુર એ આ પરીવારને ૧૧૦૦૦ રૂપિયાની આર્થિક મદદ પણ કરી . બાળકીની અભ્યાસ તરફ ની લગન ને જોઇને સોશિયલ મીડિયા પર લોકો તેણે સપોર્ટ કરતા જોવા મળે છે અને આ બાળકીની તારીફ પણ કરે છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *