ભારતના આ મંદિરમાં જોવા મળે છે રક્તહીન બલીનું અદ્ધભૂત દ્રશ્ય! પહેલા બકરાને… જાણો વિગતે

મિત્રો જેમ તમે જાણોજ છો કે જયારે જયારે પણ વ્યક્તિ પર મોટુ સંકટ આવી પડતું હોઈ છે ત્યારે તે ભગવાન ને યાદ કરતા હોઈ છે અને ઘણીવખત સંકટ દૂર થતાં તી ભગવાન નો આભાર પણ માનતા હોઈ છે અને ભગવાન ને અલગ અલગ ભેટ પણ આપતાં હોઈ છે. તેવાંમાં હાલ એક અનોખું ભેટ નોં કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં માતાના આ મંદિરમાં સાત્ત્વિક બલિની પરંપરા છે. અને જ્યાં ચોખા નાખતાં જ બકરો બેભાન થાય છે. આમ તેને સહેજપણ લોહી વહેતું નથી, પૂજા કર્યા પછી બકરાને છોડી દેવામાં આવે છે.

વાત કરીએ તો આ મંદિર બિહારના કૈમૂર જિલ્લામાં માતા મુંડેશ્વરીનું નામનું પ્રાચીન મંદિર છે. જ્યાં સાત્ત્વિક રીતે બલિ આપવામાં આવે છે, બલિ બાદ બકરો જીવિત જ રહે છે. અહીં જે ભક્તોની બાધા પૂરી થાય છે તેઓ પોતાની સાથે બલિ માટે બકરો લઈને આવે છે. નવરાત્રિમાં અહીં માનતા ઉતારવા માટે બલિ આપવામાં આવે છે. મુંડેશ્વરી માતા મંદિર મોહનિયા રેલવે સ્ટેશન પાસે સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. મુંડેશ્વરી ટ્રસ્ટના અધ્યક્ષ અપૂર્વ પ્રભાસ પ્રમાણે, આ મંદિરમાં લગભગ 1900 વર્ષથી સતત પૂજા થઇ રહી છે. આ દેશનાં સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે.

તમને જણાવીએ તો આ મંદિર પટનાથી 200 કિમી દૂર આવેલું છે. તેમજ આ મંદિર ખુબજ ખાસ ગણવામાં આવે છે. કારણ કે આ મંદિર સ્ટ્રક્ચરની દૃષ્ટિએ દેશમાં માતાનું સૌથી જૂનું મંદિર છે. તેમજ આ મંદિર પોતાના ઇતિહાસ સાથે જ અહીં થતી રક્તબલિ માટે પણ ઓળખવામાં આવે છે. અહીં બકરાનો જીવ લેવામાં આવતો નથી. આમ માત્ર મંત્રો દ્વારા થોડીવાર માટે બેભાન કરવામાં આવે છે. એને જ બલિ માનવામાં આવે છે. આમ આ માતા મંદિર કૈમૂર જિલ્લાના ભગવાનપુર અંચલમાં 608 ફૂટની ઊંચી પવરા પહાડી પર સ્થિત છે. માતા મુંડેશ્વરી મંદિર ન્યાસ સમિતિના કોષાધ્યક્ષ ગોપાલ કૃષ્ણ જણાવે છે કે 635 ઈસા પૂર્વ જ્યારે ચરવૈયા પહાડો ઉપર આવતા હતા એ દરમિયાન આ મંદિર જોવામાં આવ્યું હતું. મંદિરને જે ડિઝાઇનમાં બનાવવામાં આવ્યું એ નાગા શૈલીમાં છે. આ શૈલી વર્ષો જૂની છે. એ સમયે કયા રાજાનું શાસનકાળ હતું, આ અંગે કોઈ જાણકારી નથી.

વધુમાં જણાવીએ તો મંદિર પરિસરમાં સ્થિત શિલાલેખો દ્વારા મંદિરનો ઇતિહાસ જાણી શકાય છે. 1868થી 1904ની વચ્ચે અનેક બ્રિટિશ અને પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. મંદિરની પ્રાચીનતાનો આભાસ અહીં મળેલી મહારાજા દુત્તગામની મુદ્રાથી પણ થાય છે, જે બૌદ્ધ સાહિત્ય પ્રમાણે અનુરાધાપુર વંશનો હતો અને ઈસા પૂર્વ 101-77માં શ્રીલંકાનો શાસક હતો. આમ આ મંદિર અંગે માન્યતા છે કે ચંડ-મુંડ અસુરોનો નાશ કરવા માટે દેવી પ્રગટ થઇ હતી. ચંડના વધ બાદ મુંડ રાક્ષસ આ પહાડીમાં છુપાઇ ગયો હતો અને અહીં જ માતાએ તેનો વધ કર્યો હતો. માટે જ આ દેવીને મુંડેશ્વરી માતા કહેવામાં આવે છે. બલિ માટે જ્યારે બકરાને માતાની પ્રતિમા સામે લાવવામાં આવે છે ત્યારે પૂજારી ચોખાના થોડા દાણા મૂર્તિને સ્પર્શ કરાવીને બકરા ઉપર નાખે છે

જોકે ત્યાર બાદ બકરો બેભાન થઇ જાય છે. થોડીવાર પછી પૂજા બાદ પૂજારી ફરીથી બકરા ઉપર ચોખા નાખે છે ત્યારે એ ભાનમાં આવે છે. એ પછી એને મુક્ત કરી દેવામાં આવે છે અથવા ભક્તોને પાછો આપી દેવામાં આવે છે. આ મંદિરના ઇતિહાસ વિશે પૂજારી પિંટુ તિવારી જણાવે છે, આ મંદિરનો ઇતિહાસ એવો છે કે તેના અંગે કોઈ યોગ્ય જાણકારી આપી શકતું નથી. હાલ માત્ર પહાડી ઉપર મંદિરનું ગર્ભગૃહ છે. જ્યારે પહેલાંના સમયમાં ચારેબાજુ મંદિરો બનેલાં હતાં અને મોટું સ્ટ્રક્ચર હતું, જેને મુઘલ શાસકોએ તોડી નાખ્યું હતું. આજે પણ એના અવશેષ અહીં જોવા મળે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *