અમેરિકાની યુવતીનું દિલ ગુજરાતના આ ગામના ખેડૂત પુત્ર પર આવ્યું અને કર્યા લગ્ન… જુઓ તસવીરો

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. આજે આપણે એક તેવાજ પ્રેમની કહાની વિશે વાત કરીશું જે ખુબજ ચર્ચામાઁ છે. તો ચાલો તમને તે કહાનિ વિસ્તારમાં જણાવીએ.

હાલમાં જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ખેડૂતપુત્રનો હાથ વિદેશી યુવતીએ જીવનભરનો સાથ નિભાવવા માટે પકડ્યો છે. ગાંધીનગરના દશેલા ગામમાં રહેતા ખેડૂતના પુત્રના લગ્ન અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી સાથે થયા છે. પહેલાથી જ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત આ યુવતી સાથે ખેડૂત પુત્રની મુલાકાત અમેરિકાની એક ગુજરાતી રેસ્ટોરાંમાં થઈ હતી. ખેડૂત પુત્ર અને સોફ્ટવેર એન્જિનિયર રૂચિક મનુભાઈ ચૌધરી અમેરિકામાં અભ્યાસ માટે ગયો હતો.

રેસ્ટોરાંમાં થયેલી પહેલી મુલાકાત બાદ રૂચિક અને એમીલી વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે ધીમે-ધીમે પ્રેમમાં પરિણમી છે. જે બાદ કપલે લગ્ન કર્યા હતા. હાલમાં જ ગાંધીનગરના દશેલા ગામમાં તેમનું રિસેપ્શન યોજાયું હતું. રિસેપ્શનમાં એમિલી પરંપરાગત રીતે ભારતીય દુલ્હન બનીને આવી હતી. રિસેપ્શનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગાસંબંધીઓ હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, રિસેપ્શન પહેલા એમિલી પરિવારજનો સાથે ગરબે પણ ઘૂમી હતી.

દશેલાના ખેડૂત અને જિલ્લા પંચાયતના કર્મચારી મનુભાઈ ચૌધરીએ સ્થાનિક અખબાર સાથે વાત કરતાં જણાવ્યું કે તેમનો દીકરો 2016માં અમેરિકા ગયો હતો. એ વખતે એમિલી સાથે તેની પ્રથમ મુલાકાત ગુજરાતી રેસ્ટોરાંમાં થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ પાંગર્યો હતો. ભારતીય રિવાજોથી પ્રભાવિત એમિલી અવારનવાર રૂચિક સાથે ત્યાં યોજાતા ગુજરાતી સમાજના કાર્યક્રમોમાં પણ ભાગ લેતી હતી.

તેમજ એમિલી અને રૂચિકે લગ્ન કરતાં પહેલા પોતપોતાના પરિવારજનોની સંમતિ પણ લીધી હતી. રૂચિક સાથે સગાઈ કર્યા બાદ એમિલી દશેલા આવી હતી. અહીંથી પાછી ગઈ ત્યારે પોતાના મિત્રો અને પરિવારજનો માટે ચણિયાચોળી અને સાડીઓ ખરીદીને ગઈ હતી. ભારતીય પરિધાન પ્રત્યે એમિલીને વિશેષ આકર્ષણ છે ત્યારે રિસેપ્શનમાં પણ પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો. ગ્રામજનો અને પરિવારજનોએ રિસેપ્શનમાં હાજર રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *