સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલ એમ્બ્રોઈડરી મશીનના વેપારીએ ચીકુવાડીમાં ઝાડ સાથે ફાસો ખાઈ કર્યો આપઘાત, કારણ એવુ કે… જાણો વિગતે

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીએ ઝાડ સાથે ફાંસો ખાધો, ભાગીદારી પેઢી છુટ્ટી કરવાનો વિવાદ ચાલતો હતો. આવો તમને વુગતે જણાવીએ.

આ ઘટના સુરતમાંથી સામી આવી રહી છે જ્યા છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો બનતા હતાં. તેવામાં વધુ એક યુવકે ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સચિન-ખરવાસાની ચીકુવાડીમાં એમ્બ્રોઈડરી મશીનના વેપારી આપઘાત કર્યો છે . જેનું નામ નવીન શર્મા છે. આમ મોર્નિંગ વોકમાં નીકળેલા વેપારી સમય સર ઘરે ન આવતા ચિંતિત પરિવારે ફોન કરતા પોલીસે આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી આપી હતી. 3 વર્ષથી ધંધાકીય ભાગીદાર સાથે પેઢી છૂટી કરવા ને લઈ ચાલતા વિવાદ બાદ હવે માત્ર હિસાબ જ બાકી હોવાનું સાઢુભાઈએ જણાવ્યું હતું.

તેમજ પોલીસે જણાવ્યું હતું કે,ખરવાસાના નીતેશ ઈશ્વરભાઈ દેસાઈના ખેતરમાં એક ઝાડ સાથે નાઈલોનની દોરી બાંધી કોઈ યુવકે ફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી તપાસ કરતા ફોનના આધારે મરનાર નવીન શર્મા ઉ.વ. 38 રહે માનસરોવર ડીંડોલી નો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલ આપઘાત ને તપાસ હાથ ધરી છે. સ્થળ પરથી પોલીસને મૃતકની કાર, એક થેલીમાં છત્રી, આઈડી કાર્ડ અને ચપ્પલ મળી આવ્યા છે.

આમ આ સાથે પ્રિય દર્શન (સાઢુભાઈ ) એ જણાવ્યું હતું કે, ‘બિહારના વતની નવીનભાઈ 20 વર્ષથી સુરતમાં રહેતા હતા. એમ્બ્રોઈડરીના મશીન વેચવાના વ્યવસાય સાથે ભાગીદારી પેઢીમાં કામ કરતા હતા. 3 વર્ષ પહેલા ભાગીદાર સાથે થયેલી તકરારને લઈ બન્ને છુટા પડી ગયા હતા. માત્ર હિસાબ જ કરવાનો બાકી હતો. 5 મહિનાથી નવીનભાઈએ આજ વ્યવસાય પોતાનો શરૂ કર્યો હતો. સારો ધંધો ચાલી રહ્યો હતો. રોજ મોર્નિંગ વોક પર જતાં હતાં. સમયસર આવી જતા હતા. આજે ઘરે ન આવતા પરિવાર ચિંતિત હતું. ત્યારબાદ એમના ફોન પર કોલ કરતા આવી દુઃખદ ઘટનાની જાણકારી મળી હતી.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.