અમદાવાદમાં ૭ વર્ષ ના બાળક સાથે એવી ઘટના બની કે ડોક્ટરના પણ હોશ ઉડી ગયા જેમાં થયું એવું કે બાળક રમત રમતમાં પોતાના પેટમાં …..

ઘણીવાર આપણે એવી ઘટના જોતા જોઈએ છીએ કે જે આપને વિચાર પણ ન કર્યો હોય. એમાં પણ નાના બાળકો રમત રમતમાં એવી બાબત કરી બેસતા હોય છે કે જેનાથી અંતે માતા પિતા અને બાળક ને બહુ જ મોટી મુશ્કેલી પડી જતી હોય છે. નાના બાળકો ઘણી એવી વસ્તુ ગળી જતા હોય છે કે જેની વાત સાંભળી આપણને પણ વિશ્વાસ ન આવે. હાલમાં જ અમદાવાદ ની એક એવી ઘટના સામે આવી છે જે તમારું હદય કંપાવી નાખશે. ૭ વર્ષના નાના બાળકને લાગતી એક ઘટના જોવા મળી છે જેમાં બાળક રમત રમતમાં મેગનેટ ગળી ગયો છે.

ઘટના અંગે વધુ માહિતી માં જાણવા મળ્યું કે, મૂળ રાજસ્થાન ના અને અમદાવાદમાં કેટરિંગ નું કામ કરતા પ્રેમજીભાઈ નો દીકરો ધોરણ ૨ માં અભ્યાસ કરે છે તેની તબિયત અચાનક બગડી જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. જેમાં તેની મેડિકલ તપાસ થઈ ત્યારે જાણ થઈ કે તેમનો દીકરો મેગનેટિક મણકા ગળી ગયો છે. અને તેમાં પણ કોઈ એક કે બે આવા મેગ્નેટિક મણકા નહિ પરંતુ ૧૪ મણકા ગળી ગયો હતો જે નાના આંતરડા માં અલગ અલગ જગ્યાએ ચોંટી ગયા હતા. અને મેગનેટ ની આકર્ષક શક્તિ ના કારણે આંતરડા માં કાણા પાડી ગયા હતા. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલ ના ડોકટરો ની ટીમે ૩ કલાકના સફળ ઓપરેશન પછી બાળકનો જીવ બચાવ્યો હતો.

આ મેગ્નેટિક મણકા અલગ અલગ જગ્યાએ હોવાથી તેને ઓપરેશન કરતી વખતે સાથે કાઢવામાં આવે તે બહુ જરૂરી હતું. અમદાવાદના સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, નાના બાળકની હોજરીની બહુ જ નજીક નાનું આંતરડું આવેલું હોય છે.આ અંતર ઓછું હોવાથી ઓપરેશન માં રિસ્ક પણ વધુ રહેતું હોય છે.ત્યારે આવો પહેલી કિસ્સો આ હોસ્પિટલ માં જોવા મળ્યો કે કોઈ ૭ વર્ષ નું બાળક આવી રીતે મેગનેત ગળી ગયું હોય.જણાવી દઈએ કે આ બાળક ને ૧૦ એપ્રિલ થી જ પેટ ફૂલવાની અને ઊલ્ટી થવાની સમસ્યા શરૂ થઈ હતી.

જે રીતે મણકા અલગ અલગ જગ્યાએ હોવાથી એ જાણકારી થઈ ગઈ કે બાળક એ ૧૦-૧૫ દિવસમાં જ મણકા ગણવાની સરૂઆત કરી હતી.જ્યારે બાળકનો એક્સરે કરવામાં આવ્યો ત્યારે તેમાં આંતરડાં સાથે કોઈ વસ્તુ ની લાઈન જોવા મળી હતી પરંતુ ડોકટરો ને તેનો ખ્યાલ આવ્યો નહોતો.કારણકે આવો પહેલો જ કેસ હતો. ઓપરેશન કરતી વખતે ૧૪ મેગ્નેટિક મણકા કાઢવા માટે ૨ જગ્યા એ આંતરડા કાપવા પડ્યા હતા અને એક જગ્યારે ટાંકા લેવા પડ્યા હતા.

આ એવો કિસ્સો હતો જેમાં બાળકની જાન ને પણ જોખમ હતું. પરંતુ સમયસર સારવાર મળતાં હાલમાં બાળક તંદુરસ્ત તેના ઘરે પહોંચી ગયું છે. બાળકના પિતા એ જણાવ્યું કે પેટમાં સોજો આવવાથી તેને લીલી ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી આથી તેને સારવાર માટે નજીક ની હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર માં જાણવા મળ્યું કે તે કોઈ મણકા જેવી વસ્તુ ગળી ગયો છે.અને ત્યાર પછી ત્યાં બાળકની સ્થિતિ અને ઓપરેશનની ગંભીરતા ને કારણે સોલા સિવિલ હોસ્પિટલ માંથી અસારવા સિવિલ હોસ્પિટલ માં તે બાળક ને રિફર કરવામાં આવ્યું હતું. હાલમાં બાળક તંદુરસ્ત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.