ગાંધીનગર મા ચકચાર મચાવે તવી ઘટના ! યુવાન ને ગોળી મારી હત્યા બાદ મા અન્ય હથિયારો થી

વાત કરીએ તો હાલ છેલ્લા ઘણા સમય થી દેશમાં અને રાજ્યમાં હત્યા, અકસ્માત જેવા ખુબજ ગંભીર અકસ્માત બની રહયા છે. જેમાં હત્યા ઇજા પામનાર વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે. હાલ એક તેવોજ મામલો સામે આવી રહ્યો છે. જેમાં જુગાર રમતા આધેડની હત્યા, જીવ નીકળી ગયા પછી પણ 8થી 10 ઘા છરીના ઝીંક્યા. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના ગાંધીનગર થી સામી આવી રહી છે જ્યાં કોલવડા ગામથી સોનપુર તરફ હનુમાન મંદિર પાસેના ખેતરમાં આજે કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠા હતા. એ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થતાં ગામનાં દિલીપસિંહ વાઘેલા ઉપર પોઈન્ટ 2.2ની રિવોલ્વર વડે ફાયરિંગ કરી તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ મથકના ફોજદાર એમ એસ રાણા સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગામમાં મર્ડરની વાત વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો પણ ચોંકી ઉઠયા હતા.

આમ દિલીપસિંહ વાઘેલા ઘોડા અને ભેંસોનો તબેલો ચલાવતો હતો. જે આજે તેના કેટલાક મિત્રો સાથે જુગાર રમવા માટે બેઠો હતો. એ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થઇ હતી. જેનાં કારણે જુગાર રમતાં ઈસમો પૈકીના એકે ફાયરિંગ કર્યું હતું. જેનાં કારણે દિલીપસિંહનાં પેટના ભાગે ગોળી વાગી હતી. તેમ છતાં હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને દિલીપસિંહનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. બનાવના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળનું પંચનામું કરીને મૃતકની લાશનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ દિલીપસિંહ સાથે ત્રણથી ચાર ઈસમો જુગાર રમી રહ્યા હતા. સ્થળ પરથી જુગારના પાના પણ વિખરાયેલી હાલતમાં મળી આવ્યા છે. તો ગામના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલીપસિંહના પત્નીનું વીસેક વર્ષ અગાઉ બીમારીના કરનાર અવસાન થયું હતું અને ત્રણ સંતાનો પણ છે. જે પછીથી દિલીપસિંહે બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નથી એક દિકરો પણ છે.

આમ દિલીપસિંહ વાઘેલા બધાને કણાની માફક ખૂંચતો હતો. આ અંગે પેથાપુર પીએસઆઇ એમ એસ રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં તપાસ ચાલી રહી છે. મૃતકના પરિવારની પૂછતાંછ ચાલી રહી છે. જ્યારે દિલીપસિંહ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેનાં કારણે પેટના ભાગે ગોળી વાગી છે. આ સિવાય તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીકવામાં આવ્યા હોવાનું પણ મેડિકલ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.