પાંચમા માળે થી કુદી ગયો માસુમ બાળક, સ્યુસાઈડ નોટ મા લખી હચમચાવી દે તેવી વાત..

હાલમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે.જેમાં નાના બાળકોથી લઈને યુવાનો માં નાની નાની સમસ્યાથી પરેશાન થઈને આવું દુર્લભ પગલું ભરી બેસતા હોય છે. લોકો જીવનને રમત સમજી તેને ખતમ કરતા સહેજ પણ વિચાર કરતા નથી. લોકો દુઃખ આવતા જ તે દુઃખની સામે ઊભા રહીને લડવાના બદલે આવું પગલું ભરી આત્મહત્યા કરી લેતા હોય છે. અરે હવે તો નાના બાળકો પણ નાની નાની વાતોથી પરેશાન થાય તો તેઓ આવુ પગલું ભરી બેસતા હોય છે. જેમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં નાના બાળક એ બિલ્ડિંગની અગાશી પરથી કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

છત્તીસગઢ ના દુર્ગ જિલ્લામાં ભિલાઇનગરમાં રહેતા અને ૧૨ મુ ધોરણ ભણતા વિદ્યાર્થીએ પાંચમા મળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.જેનું ઘટના સ્થળે જ કમકમાટીભરયું મોત થયું હતું.મૃતકનું નામ વેદાંશું ઠાકુર જણાવવામાં આવી રહ્યું છે અને તેની ઉંમર ૧૭ વર્ષની છે.કે નેવાઈ થાના વિસ્તારનો લક્ષ્મી ગ્રીન સિટી ભાગ ,૨ નો રહેવાસી હતો.ઘટના થયા પછી પોલીસ ત્યાં દોડી આવી હતી અને બાળકની તપાસ કરતા ખીચ્ચા માંથી તેમને એક પેન અને નોટ મલી હતી.આ નોટ અંગેજી માં લખી હતી.

મળેલી માહિતી અનુસાર આ મૃતકની માતા અને બહેન ઘરમાં હાજર હતા અને પિતા બાલોડ થી ઘરે આવી રહ્યા હતા.પરિવારના લોકોને આ ઘટના અંગે કોઈ જાણકારી નહોતી. તેમનો દીકરો અગાશી પરથી કૂદી પડ્યો છે તે માહિતી તેમના પરિવારને પાડોશીઓ દ્વારા ફોન કરીને જણાવવામાં આવી હતી.જ્યારે આ વાતની જાણ પોલીસને કરવામાં આવી તો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને દુર્ગ મચૂરીમાં મોકલવામાં આવી હતી.જેના પછી પોલીસ શવનું પોસ્ટમોર્ટમ કર્યા પછી શવ ને પરિવારને આપી દેશે.

આ ઘટના અંગે જ્યારે તે વિદ્યાર્થીના પ્રિન્સિપલ ને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે વિદ્યાર્થી ધોરણ ૧૨ માં ગણિત વિષય સાથે અભ્યાસ કરી રહ્યો હતો.તેના ક્લાસ શિક્ષક વિદ્યા સતીશ એ પણ જાણકારી આપી કે લગભગ પાંચ દિવસ પહેલા આ વિદ્યાર્થી ગુમસુમ જોવા મળતા તેને લઈને વાઇસ પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યો હતો.જેમાં પૂછતાછ કરતાં વિધાર્થી એ જણાવ્યું હતું કે પેરિયોડિક્સ ટેસ્ટ સારી રીતે તૈયારી નથી કરી શક્યો આથી તે પરેશાન છે.

વિદ્યાર્થીએ એક સુસાઈડ નોટ પણ લખી છે જેમાં પહેલા પાનાં પણ લખ્યું છે કે મને અંદરો અંદર કઈક થઈ રહ્યું છે.જાણે કોઈ ભૂત છે. લોકો કહે છે કે હું પોતાની જાય સાથે વાતો કરું છુ.હું ભગવાન પર વિશ્વાસ નથી રાખતો.બીજા પાનાં પર લખ્યું છે કે મને નથી ખબર કે હું કેમ લખી રહ્યો છું મને સ્કૂલ અને ભણતર પસંદ નથી.અનેક પ્રકાર છે શીખવાના. બહુ પ્રયત્નો કરવા છતાં અંગ્રેજી ભાષા ના ઘણા શબ્દોને હું સરખો ઉચ્ચર નથી કરી શકતો.હજુ પણ અંગ્રેજી ને સુધારવાના મારા પ્રયત્નો શરૂ જ છે.

આ વર્ષ ૨૦૨૨ શરૂઆતથી જ મારા માટે સારું નથી રહ્યું.ત્રીજા પાનાં માં તેને લખ્યું છે કે બ્લડ ઓફ ઠસ્તી એટલે કે ખૂનની પ્યાસ.હું જીનીયસ કે એક્સ્ટ્રા ઓર્ડીનારી તો નથી જ. પરતું હું મારી ફિલિંગ શેર કરી શકતો નથી.મને નથી ખબર કે હું કેમ લખી રહ્યો છું.બસ એટલી જ ખબર છે કે હું બે માસ્ક પહેરીને હવે રહી શકતો નથી.છેલ્લા પાના પર લખ્યું છે કે હું હવે થાકી ગયો છું હવે હું માત્ર સુવા માંગુ છુ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.