અમદાવાદમાં MBAના વિદ્યાર્થીએ ભંગાર ટ્રેક્ટર માંથી બનાવ્યું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ! ખાસિયત જાણી રહી જશો દંગ…અને ખેડૂત
મીતો જેમ તમે જાણોજ છો કે આજની વધતી જતી મોંઘવારીને કારણે પેટ્રોલ, ડીઝલના ભાવ ખુબજ વધી ગયા છે તેવામાં એક ગરીબ ખેડૂત અને માધ્યમ વર્ગના વ્યક્તિને માટે આ ભાવથી પોતાના વાહન ચલાવવામાં ખુબજ મુશ્કેલી પડતી હોઈ છે. તેવામાં લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો ખુબજ ખરીદતા થયા છે કારણ કે પેટ્રોલ, ડીઝલના ભાવ કરતા ઇલેક્ટ્રિક વાહનો વધારે સસ્તા પડે છે. તેવામાં હાલમાં એક વિદ્યાર્થીએ ખેડૂતો ને મદદ આવે તેવું ખુબજ જોરદાર ઇલેક્ટ્રિક વાહન બનાવ્યું છે. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના MBAના વિધાર્થીએ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતું ટ્રેકટર તૈયાર કર્યું છે લોકો માટે ખુબજ અગત્યના સમાચાર છે. તો વળી જો તમને જણાવીએ તો આ ટ્રેકટર જુના ભંગાર ડીઝલ ટ્રેકટર માંથી બનાવવા આવ્યું છે. આ ટ્રેકટરને અઢીથી ત્રણ કલાકમાં ચાર્જ થઇ જાય છે. અને સાત કલાક તેને કામમાં લઈ શકાય છે.
મળતી માહિતી પ્રમાણે જણાવીએ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં MBA કરી રહેલા વૃતિક પંચાલએ એક ભંગાર ટ્રેક્ટરને નવું નકોર બનાવી દીધું છે. દેખાવમાં તો જે રોજબરોજ ખેતીના કામ માટે વપરાતા ટ્રેકટર જેવું જ છે, પણ તેની ખાસિયત જુદી છે. આ ટ્રેકટર ઇલેક્ટ્રી હોવાથી ઇલેક્ટ્રિક બેટરીથી ચાલે છે. પાંચ વર્ષથી ભંગાર થઈ ગયેલા ડીઝલથી ચાલતા ટ્રેકટરને EV ટ્રેકટર કન્વર્ટ કરવામાં વૃતિકને સફળતા મળી છે.
તેમજ આ સાથે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં MBA કરી રહેલા વૃતિક પંચાલએ એક ભંગાર ટ્રેક્ટરને નવું નકોર બનાવી દીધું છે. દેખાવમાં તો જે રોજબરોજ ખેતીના કામ માટે વપરાતા ટ્રેકટર જેવું જ છે, પણ તેની ખાસિયત જુદી છે. આ ટ્રેક્ટર ઇલેક્ટ્રિક બેટરીથી ચાલે છે. પાંચ વર્ષથી ભંગાર થઈ ગયેલા ડીઝલથી ચાલતા ટ્રેકટરને EV ટ્રેકટર કન્વર્ટ કરવામાં વૃતિકને સફળતા મળી છે.
તેમજ તમને જણાવીએ તો ડિઝલ ટ્રેક્ટરમાં ચારસોથી પાંચસો રુપિયાનું ડીઝલ વપરાય જાય છે. પરંતુ ઈલેક્ટ્રીક બેટરીથી ચાલતા ટ્રેક્ટરમાં સાત કલાક ચાર્જમાં માત્ર 100થી 150 રુપિયાનો ખર્ચ થાય છે. આમ આ સાથે વધુમાં તેણે કહ્યું કે, એમબીએ આઈવીમાં અમારે રિસર્ચ વર્ક કરવાનું આવે છે. જેથી માર્કેટમાં રિસર્ચ કર્યું તો ઈલેક્ટ્રીક બાઈક, ઈલેક્ટ્રીક કાર અને ઈલેક્ટ્રીક રીક્ષા માર્કેટમાં આવી ગઈ છે. એટલે અમે વિચાર્યુ કે, ખેડૂતો માટે ઈલેક્ટ્રીક વ્હીકલ ખેતી માટે હોવું જોઈએ. પરંતુ હવે એગ્રીકલ્ચર ઈક્વીપમેન્ટમાં કોઈ એટલું બધું ફોકસ કરતું નથી. એટલે અમે એ વાત પર ફોકસ રાખ્યું કે કોઈપણ ફાર્મર્સ પાસે જૂનું ટ્રેક્ટર હશે તો તેને ઈવીમાં કન્વર્ટ કરી આપીશું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.