અમદાવાદમાં એક વૃદ્ધે જાહેરમાં ઝાડ પર ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત ! કારણ એવું સામે આવ્યું કે “દીકરો…જાણો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક વૃદ્ધે ઝાડ સાથે લટકીને આપઘાત કરી લીધો જેની પાછળનું કારણ જાણી તમે પણ ચોકી જશો. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો આ આપઘાતની ઘટના અમદાવાદના નરોડા વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે જ્યા એક વૃદ્ધે રસ્તાની સાઈડ પર આવેલા એક ઝાડ પર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમજ જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંથી લોકો પસાર પણ થઈ રહયા હતા. પરંતુ આજના સમયમાં આ બધીજ બાબતોમાં લોકો દૂર રહેવાનુંજ પસંદ કરતા હોઈ છે. તેથી એક પણ વ્યક્તિ આ વૃદ્ધને રોકવા કે બચાવવા માટે આગળ નોતા આવ્યા. જ્યારે આ વૃદ્ધ ઝાડ પર લટકી ગયો હતો ત્યારે આજુબાજુના રોડ પર ખુબજ ભીડ થઇ હતી અને ટ્રાફિકજામ થવા લાગ્યો.
તમને જણાવીએ તો આ વૃદ્ધ મૂળ બિહારનો રહેવાસી હતો. તેનું નામ વફાઇ નદાકુ (ઉ.વર્ષ.55) તે પોતાના દીકરાની સારવાર માટે પૈસા ભેગા કરવા અમદાવાદ આવ્યો હતો. પરંતુ તેને કશું ન મળતા તેણે આખરે રસ્તાને અડીને આવેલા ઝાડ પર ગળાફાંસો ખાઈ લીધો હતો. આ વૃદ્ધ અમદાવાદના ચંડોળા તળાવ પાસે કૌટુંબિક મામના ઘરે રહેતા હતા. ત્યારે ગત બપોરે વિફાઇ નદાફુએ નરોડા બેઠકથી પાટિયા તરફના હરિદ્વાર સોસાયટીની સામેના સર્વિસ રોડ તરફના જાહેર રસ્તા પરના ઝાડ પર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
આમ આત્મહત્યાનું પ્રાથમિક કારણ એવું સામે આવ્યું કે પોતાનો દીકરો વતનમાં બીમાર હોય અને અહીંયા તેમની પાસે કશું હતું નહીં એટલે તેમણે હવે શું કરવું, દીકરાની સારવાર માટે શું થશે તેવી ચિંતામાં હતા. ત્યારે ગત બપોરે ત્રણ વાગ્યાના અરસામાં તેઓ નરોડા પાટીયા પાસે જાહેર માર્ગ પર અડીને આવેલા એખ ઝાડની ડાળી પર દોરડું બાંધીને લટગી ગયા હતા. ભર બપોરે ઝાડ સાથે લટકીને તેમણે આત્મહત્યા કરી લેતા લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા.
આમ જયારે આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોતાની કાર્યવાહી કરી રહ્યો હતો. સમગ્ર મામલે હાલ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના કપડામાંથી એક મોબાઈલ અને આધાર કાર્ડ મળી આવ્યું છે. હાલ મૃતદેહને પોસ્ટ માર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ કરૂણ ઘટનાને લઇ તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો