બનાસકાંઠા જિલ્લામાં કલ્પના થઇ શકે નહિ તેવો કિસ્સો સામે આવ્યો
આપણે સમાજમાં એવું કાયમ સાંભળીએ છીએ કે બે-ત્રણ પુત્રો હોવા છતાં એક માં ને સાચવી શકતા નથી પરંતુ આપણે આજ સુધી ક્યારેય એવું સાંભળ્યું છે કે ત્રણ પુત્રો હોવાથી માં પોતાના પુત્રોને સંભાળ નથી લઇ શકતી? ક્યારેય નહિ સાંભળ્યું હોય. કારણકે એક માં ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોઈ તો પણ પોતાના બાળકોને સંભાળી જ લેતી હોઈ છે.પરંતુ અહીં જે ઘટના સામે આવી છે તે તો મમતાની દરેક હદ પર કરી દે તેવી છે જેમાં માતા પોતાના પુત્રના અવસાન બાદ પણ માણવા તૈયાર જ નથી કે તેનો દીકરો હવે નથી રહ્યો.
આ હૃદયદ્રાવક ઘટના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોટ ગામે બની છે. આ ગામમાં મંગુબેન ચૌહાણ નામના મહિલા રહે છે. તેમના પતિનું ૧૦ વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું. તેમને સંતાનમાં ૨ દિકરા અને ૨ દિકરી છે. જેમાં એક દિકરાના લગ્ન થઇ ગયા છે અને તે માતાથી અલગ રહે છે જ્યારે સૌથી નાનો દિકરો મહેશ પોતાની માતા સાથે રહેતો હતો. બંને માં-દિકરા વચ્ચે અપાર પ્રેમ હતો પરંતુ કુદરતને માં-દિકરાનો આ પ્રેમ મંજુર ન હતો.
લગભગ ૪ મહિના પહેલા પુત્ર મહેશનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો. દીકરાની આવી અણધારી વિદાયથી માતા પાર દુઃખનો પહાડ તૂટી પડ્યો.પરિવારજનો એ મંગુબેનને માંડ સમજાવ્યા હતા પરંતુ મહેશના અંતિમસંસ્કાર જે સ્મશાનમાં કરવામાં આવ્યા હતા તે સ્મશાનમાં જઈને દિકરાની ચિતાની રાખ પાસે જઈને સુઈ જાય છે અને ગામના લોકોને ખબર પડે એટલે તેઓ મંગુબેનને પાછા લઇ આવે છે.માં સ્વીકારી જ નથી શકતી કે પોતાનો લાડકવાયો હવે આ દુનિયામાં નથી. આ જોઈને પારકા લોકો પણ રડી પડે છે એટલે જ કહ્યું છે કે “માં તે માં બીજા બધા વગડાના વા”