આણંદ: ધ્રુજાવી દેતી ઘટના ! 12 વર્ષીય બાળકે વિચાર્યું પણ નહિ હોઈ કે તેને આવું મોત મળશે, બોર ખાવા માટે…
આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ હત્યાના કિસ્સામાં તો વળી ઘણી વખત કોઈ ગંભીર અકસ્માતમાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે તો વળી ઘણી વખત કોઈ વ્યક્તિ બેદરકારી અને ધ્યાનનાઅભાવને લીધે પણ અકસ્માતમાં મોતને ભેટી પડતો હોઈ છે. તેવીજ રીતે હાલમાં એક ઘટના સામે આવી રહી છે જેમાં 12 વર્ષીય છોકરાનું એવી રીતે મોત નીપજ્યું કે ઘટના જાણી તમે પણ ધ્રુજી જશો. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
આ ઘટના આણંદના બોરસદ તાલુકા માંથી સામી આવી રહી છે જ્યાં કિંખલોડ ગામમાં રહેતા 12 વર્ષીય બાળકનું મોત થયું છે ઘટના એવી બની કે બાળક બોર ખાવા માટે જઈ રહ્યો હતો ત્યારે કેળની વાડીમાં લગાવેલા 24 વોલ્ટના ઝટકા મશીનથી કરંટ લાગવાના કારણે બાળકનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ બાળકના પરિવારને થતા તેમના પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.
આમ આ સમગ્ર ઘટનાને પગલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સહિત ગ્રામજનો બનાવના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તો વળી જે ઝટકા મશીનને કારણે જે બાળકનું મોત નીપજ્યું છે તે નિયમો પ્રમાણે લગાવવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરીને આ ઘટના માટે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ખેતરમાં આ ઝાટકલા મશીન એટલે લગાડવામાં આવે છે કે જેથી કરીને જંગલી પ્રાણી અને પશુઓ જેવા કે નીલગાય, ભૂંડ વગેરેના લીધે પાકને નુકશાન થતું અટકે. કારણ કે ખેતરની ફરતે આ પ્રકારના પ્રાણીઓ ઉભા પાકને ખુબજ નુકશાન કરતા હોઈ છે. તેથી આ પ્રાણીઓને રોકવા માટે ખેતરની ફરતે આ ઝટકા મશીનનો ઉપયોગ કરીને તારની વાડમાં વીજ કરંટ વહેતો કરવામાં આવે છે. અને તેના લીધા આ પ્રાણીઓ તે તારને અડ્યા વગર ત્યાંથી નાસી જતા હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.