આણંદ: હર્ષો ઉલ્લાસ સાથે યુવક ગરબા રમી રહ્યો હતો પણ શું ખબર હતી કે ગરબા રમતા રમતા જ પ્રાણ… જુઓ વિડિઓ
માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. એક તરફ નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજી તરફ દરેક લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. જો કે, હાલમાંજ બીજી બાજુ નવરાત્રીમાં ગરબા ગાતા ગાતા બે દિવસમાં બે યુવાનોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા 52 વર્ષના પ્રવીણભાઇ દેથરિયા ગરબા રમી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ઢળી પડતા બાદ તેમનું મોત નીપજ્યુ હતુ. આ સાથે આણંદના તારાપુરની શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમોત્સવ ચાલી રહ્યો હતો.
આમ તે દરમિયાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવક પણ ગરબા રમી રહ્યો હચો એ દરમિયાન જ અચાનક ઢળી પડતા મોતને ભેટ્યો હતો. અચાનક બનેલા આવા કરૂણ બનાવોને કારણે લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. વાત કરીએ તો આણંદના તારાપુર શિવશક્તિ સોસાયટીમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમતી વેળાએ એક યુવકને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાની સાથે જ યુવાન મેદાનમાં ઢળી પડતાં નાશભાગ મચી જવા પામી હતી. ત્યારબાદ ચક્કર ખઈને પડેલા યુવકનું ઘટનાસ્થળે જ લાખો લોકોની નજર સામે મોત નીપજ્યું હતું. જે ઘટનાને લઇને ગરબાની મોજ માતમમાં ફેરવાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો.
હાલ આવા બનાવ છેલ્લા દિવસોમાં વધી ગયા છે છે આ બનાવ પહેલા પણ રાજકોટમાં કારખાનેદાર ગરબે ઘૂમી રહ્યા હતા ને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલા અંતિમ શ્વાસ લીધા. આમ જોકે આવા કિસ્સાઓમાં વધારે પડતા લોકોનું મૃત્યુજ જોવા મળ્યું છે. આ બનાવ બાદ ગરબે ઘૂમિ રહેલા બધાજ લોકોના હોશ ઉડી ગયા હતાં અને તરતજ યુવકે બચાવવા દોડી પડ્યાં હતા.
આણંદ: તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબા સમયે યુવકનું મૃત્યુ, યુવકને ગરબા રમતા રમતા આવ્યા હતા ચક્કર, ચક્કર ખાઈને પડેલા યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયુ #Gujarat #Anand #Navratri pic.twitter.com/vrVAOu3Psz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 2, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.