આણંદના પટેલ યુવકની લોટરી લાગી ગઈ! ઓનલાઇન ગેમ રમતા રમતા થયો મેક્સિકન યુવતી સાથે પ્રેમ… હવે લગ્ન થયા, જુઓ
હાલમાં ગુજરાતી યુવકોને વિદેશી યુવતીઓ સાથે પરણવાના અભરખા જાગ્યા હોય એવું લાગી રહ્યું છે. ઘણા એવા યુવકો હોય જેમને યુવતીના ફાંફા હોય, ત્યારે કોઈક યુવાનો તો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાંથી યુવતીઓ સાથે લગ્ન કરી લે છે. હાલમાં એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવાને ગેમમાંથી પોતાની જીવન સાથી શોધી છે. આ યુવકે મીસ્કીન યુવતીને પોતાની જીવનસંગીની બનાવી છે.
વાત જાણે એમ છે કે, આણંદ જિલ્લાના બેડવાના મેહુલભાઈ પટેલ લાઈટ બિલ કલેક્શનમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.. નોકરી દરમિયાન તેઓ ફેસબુકમાં ફાર્મ વિલે નામની ઓનલાઇન ગેમ રમતા હતા. આ દરમિયાન જ તેમને એકવાર મેક્સિકો વહકા સ્ટેટની યુવતી કારમેલિતાએ ગેમ રમવા રિકવેસ્ટ મોકલી હતી.
આમ ગેમ રમતા રમતા બંનેને મિત્રતા થઈ અને આખરે 8 વર્ષ બાદ 45 વર્ષની યુવતી કારમેલિતાએ મેહુલ પટેલ સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે આણંદ શહેર એનઆરઆઇના શહેર તરીકે ઓળખાય છે. આ ગામમાં અનેક આવા કિસ્સા બન્યા છે.

મેક્સિકોની યુવતી કેરમેલિતાને ભારતીય. સંસ્કૃતિ પ્રત્યે નાનપણ થી લાગણી હતી.ભારતીય સંસ્કૃતિ જાણવા માટે અવાર નવાર મેહુલ પટેલ સાથે વાત કરતા હતાં અને હિંદુ સંસ્કૃતિ વિશે બંને વાતો કરતા હતાં. કેરમેલિતાએ મેહુલ પટેલને કહ્યું કે, હું ઇન્ડિયા ફરવા માગું છું.
2022નાં ડિસેમ્બર મહિનામાં કેરમેલીતા આણંદના બેડવા ગામે રહેતા મેહુલ પટેલનાં ઘરે આવ્યા હતા. એક મહિનો બંને અનેક તીર્થ સ્થળો પર સાથે ફર્યા અને અને ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતા નિહાળી હતી. કરમેલીતા પરત ફરતા ફરતા 8 વર્ષની મિત્રતાને જીવન સાથી બનવાનું નક્કી કર્યું હતું.
મેહુલ પટેલને લગ્ન માટે પ્રસ્તાવ કર્યો હતો. મેહુલભાઇનાં પિતા અમેરીકામાં વર્ષો પહેલા રહેતા હતા. અને તેમણે હા પાડી હતી. બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. અત્યારે બંન્ને સાથે બેડવા ગામે રહે છે અને આવનારા દિવસોમાં મેક્સિકો જવા બંને રવાના પણ થશે.ખરેખર આ એક અનોખો કિસ્સો કહેવાય કારણ કે આવું ભાગ્યે જ બને છે.