આણંદના વેપારીએ ટ્રેન નીચે આવી મૌતને વ્હાલું કરી લીધું! સ્યુસાઇડ નોટમાં જણાવ્યું આત્મહત્યાનું કારણ તેમ છતાં પરિવારજનો…..
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક વેપારીએ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું હતું. તેમજ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. આવો તમને આ આપઘાત પાછળનું કારણ અને વધુ વિગતે માહિતી જણાવીએ.
વાત કરવામાં આવે તે આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના આણંદ જિલ્લામાંથી સામે આવી રહી છે જ્યાં પાધરીયા સોસાયટી સ્થિત શબનમ સોસાયટીમાં 57 વર્ષીય શોકતમિયાં સિંકદરમીંયા મલેક રહે છે. તેઓ આણંદ રેલવે સ્ટેશન પાસે શબનમ પાન સેન્ટર નામનો પાનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાન છે. તો વળી અચાનકજ મંગળવારે તેમનો મૃતદેહ ગોધરા રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગોધરા તરફ જતી માલગાડી નીચે આધેડે પડતું મૂક્યું હતું. જોકે, સમગ્ર બનાવમાં મોડી સાંજે પરિવારજનો દ્વારા સ્યુસાઈડ નોટ રજૂ કરવામાં આવી હતી.
તેમજ ઉલ્લેખનીય છે કે લોહીવાળી અલગ-અલગ ત્રણ સ્યુસાઈડ નોટ મળી આવી હતી, આમ જેમાં વ્યાજખોરોના નામ અને તેમની પાસેથી કેટલાં રૂપિયા લીધા છે, કેટલાં ટકાના વ્યાજે તેની માહિતી છે. હવે જો વાત કરીએ તો મળી આવેલ સ્યુસાઇડ નોટની તો તેમાં પ્રથમ નામ કુસુમ બારવીગા પરીખભુવન અને તેમનો મોબાઈલ નંબર લખેલો છે. જેમાં 20 હજાર 10 ટકા લેખે વ્યાજ આપું છું. 2 હજાર લેખે દર મહિને વ્યાજ આપું છું. બીજી તરફ વર્ષ લખ્યા છે. બીજી ચિઠ્ઠીમાં જગદીશ સોની, જ્વેલર્સ વાસણવાળા નડિયાદ અને 10 હજાર આપ્યા, 10 ટકા વ્યાજ આપું છું. નાવી કાકી ગોવિંદા કાક જગદીશ રેલવેવાળા નાના ખોડિયાર અને તેમનો મોબાઈલ નંબર તથા 10 ટકા લેખે વ્યાજ આપું છું. દર મહિનાના 1500 લેખે રૂપિયા આપું છે. દરેક ચિઠ્ઠીમાં વ્યાજવાળાથી કંટાળી સ્યુસાઈટ કરૂં છું અને તેમનું નામ લખેલું છે. જોકે, હાલમાં ચિઠ્ઠીને લઈ રહસ્ય સર્જાયું છે.
કારણ કે પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે સ્યુસાઈડ નોટ મળી નહોતી. પરંતુ એ પછીથી પરિવા રજનોએ તેને રજૂ કરી હતી. જેને કારણે સ્યુસાઈડ નોટ ક્યાંથી મળી આવી તેવા પોલીસના પ્રશ્નને લઈને તર્ક વિતર્ક સર્જાયા છે. તો વળી આમ સમગ્ર મામલે અક્સમાતે મોતનો ગુનો નોંધી તપાસ કરી રહેલાં હેડ કોન્સ્ટેબલ નારણભઆઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે, અમારી પાસે કંઈ આવ્યું નથી. બીજી તરફ આ મામલે આણંદ રેલવે પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પી. કે. ડામોરનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.