12 પૈકી એક જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવના દર્શને આવ્યો અંનત અંબાણી! પૂજા કરી ચડાવી આટલા કરોડોની ભેટ…જુઓ

મિત્રો જેમ તમે જાણોજ છો કે જયારે જયારે પણ વ્યક્તિ પર મોટુ સંકટ આવી પડતું હોઈ છે ત્યારે તે ભગવાન ને યાદ કરતા હોઈ છે અને ઘણીવખત સંકટ દૂર થતાં તી ભગવાન નો આભાર પણ માનતા હોઈ છે અને ભગવાન ને અલગ અલગ ભેટ પણ આપતાં હોઈ છે. તેવાંમાં હાલ સમાચાર આવી રહ્યા છે કે દેશના અગ્રણી બિઝનેસ ગ્રૂપ રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ જગવિખ્યાત સોમનાથ મહાદેવની શીશ ઝુકાવીને પૂજા-અર્ચના કરી કરોડો નું દાન પણ કર્યું છે.

વાત કરીએ તો અનંત અંબાણીએ જગવિખ્યાત સોમનાથ મહાદેવની શીશ ઝુકાવીને પૂજા-અર્ચના કરી હતી. આ તકે અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ.1.51 કરોડનું દાન, સુવર્ણ કળશ અને મહાદેવની વિશેષ પૂજામાં લેવાતાં ચાંદીનાં વાસણો માટે રૂ. 90 લાખનું દાન અર્પણ કર્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દેશના સૌથી અમીર બિઝનેસમેન રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવી પહોંચ્યા હતા. ત્યારે સોમનાથ મંદિરના અધિકારીઓએ અનંત અંબાણીને આવકાર્યા હતા. બાદમાં અનંત અંબાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળથી અભિષેક સાથે મહાપૂજા-અર્ચના કરી હતી.

તેમજ ત્યારબાદ તેમના હસ્તે મંદિર ટ્રસ્ટને દાન કરાયેલી સોનાથી મઢેલા સુવર્ણ કળશની પૂજા કરવામાં આવી હતી. આ તકે અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ. 90 લાખની કિંમતનાં ચાંદીનાં વાસણો દાનરૂપે અર્પણ કર્યાં હતાં. આમ એકાદ કલાકની મહાદેવની પૂજાવિધિ બાદ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ મહાદેવની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. એકમ આ અંગે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રિલાયન્સના અંબાણી પરિવારનો સોમનાથ મંદિર સાથે અનેરો નાતો રહ્યો છે. પરિવારના કોઈ ને કોઈ સભ્ય નિયમિત મહાદેવનાં દર્શનાર્થે આવતા જ હોય છે.

આમ જેમાં ગઈકાલે આવેલા અનંત અંબાણીએ સોમનાથ મંદિરના નૃત્ય મંડપના શિખરને સુવર્ણ મઢિત કરવાના ચાલી રહેલા અભિયાનમાં સહયોગ આપવાની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં તેમના પરિવાર દ્વારા 51 સુવર્ણ કળશો ચઢાવવા માટે રૂ. 61 લાખ 71 હજારનું દાન આપવામાં આવેલું હતું. આમ તૈયાર થઈને આવ્યા હોવાથી તમામ 51 કળશોની પૂજા તેમના હસ્તે કરાવવામાં આવી છે.

આ ઉપરાંત મંદિરમાં મહાદેવને વિશેષ કરવામાં આવતી સોમેશ્વર મહાપૂજામાં ઉપયોગમાં લેવાતાં થાળ, વાટકા, ડિશ સહિતનાં 90 લાખની કિંમતનાં તમામ ચાંદીનાં વાસણો અર્પણ કર્યાં છે. આમ, રિલાયન્સ પરિવાર દ્વારા અનંત અંબાણીના હસ્તે દોઢ કરોડનું દાન સુવર્ણ કળશ અને ચાંદીનાં વાસણો મારફતે સોમનાથ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી ધન્યતા પ્રાપ્ત કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *