સીમા-સચિન જેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો!! ભારતીય મહિલા પતિને જુઠ્ઠાણું બોલી પ્રેમીને મળવા પાકિસ્તાન પોહચી…

આ જગતમાં કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ કરનારાઓને દુનિયાની બીજી કોઈ વસ્તુ નથી દેખાતી. એકબીજાને પામવા યુગલ અનેક પ્રયત્નો કરે છે. હાલમાં જ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર ચર્ચામાં છે, ત્યારે વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે.

વાત જાણે એમ છે કે દૈનિક ભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે અલવરના ભીવાડી ગામની યુવતી પોતાના પ્રેમીને મળવા માટે પાકિસ્તાન પહોંચી ગઈ છે છે, થોડા વર્ષો પહેલા જ બંનેની મિત્રતા સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. આ બંને યુગલ લગ્નના બંધને બંધાવાના છે તેવી વાત પણ સામે આવી છે.

મળતી માહિતી મુજબ અંજુ તેના પતિ અરવિંદ કુમાર સાથે ટેરા એલિગન્સ સોસાયટીમાં બે વર્ષથી રહે છે અને અંજુનર. 15 વર્ષની છોકરી અને 6 વર્ષનો છોકરો છે છતાં પણ તર પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ. પોલીસ અને CIDની ટીમ હવે આ કેસની તપાસ કરી રહી છે.

તપાસ મુજબ જાણવા મળ્યું કે અંજુએ 2020માં પાસપોર્ટ બનાવ્યો. અંજુએ 21 જૂને પાકિસ્તાન જવા માટે અરજી કરી હતી. પાકિસ્તાન જતા પહેલા તે આઈ ટાવરના ફ્લેટ 903માં રહેતી હતી. અંજુ ટુ વ્હીલર કંપનીમાં કામ કરે છે. પતિ ઈન્ડો કંપનીમાં નોકરી કરે છે. બંનેએ 2007માં લગ્ન કર્યા હતા. અરવિંદ મૂળભૂત રીતે ખ્રિસ્તી છે, જ્યારે અંજુ હિન્દુ છે.

અંજુએ લગ્ન બાદ ધર્મ બદલી નાખ્યો હતો હવે તે ફરી એકવાર પોતાના નસરુલ્લા સાથે જીવન પસાર કરવા માંગે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અંજુએ તેના પતિ અરવિંદે જણાવ્યું હતું કે તે તેની મિત્રને મળવા લાહોર જાય છે અને પતિને ખબર ન હતી કે લાહોર પાકિસ્તાનમાં છે.

અરવિંદે અંજુને અનેકવાર ફોન પણ કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. ખરેખર આ કિસ્સો પણ સીમા અને સચિન જેવો છે, જેથી હાલમાં આ બનાવ અંગે સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *