રાજકોટમાં વધુ એક દિવસ બન્યો લોહિયાળ ! મિત્રએ જ મિત્રનું પ્રાણ પંખેરું ઉડવી દીધું…કારણ જાણી ધ્રુજી ઉઠશો

મિત્રો વાત કરવામાં આવે તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુબજ વધી રહ્યા છે. તેવામાં આજની યુવા પેઠી સૌ નજીવી બાબતે અને કોઈ પણ કારણ વગર મારામારી કરવા પર ઉતરી આવતા હોઈ છે અને ઘણી વખત તો જીવલેણ માર મારીને હત્યા પણ કરી નાખતા હોઈ છે. તેવામાં હાલ એક તેવોજ હત્યાનો ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જેની પાછળનું કારણ જાણી તમે પણ રહી જશો દંગ. આવો તમને આ હત્યાનો કિસ્સો વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ હચમચાવી દેતો હત્યાનો કિસ્સો રંગીલા રાજકોટ માંથી સામે આવી રહ્યો છે. જ્યાં શહેરના ન્યુ જાગનાથ શેરીમાં ભાડાના મકાનમાં રહેતા કમલ સુરેશભાઈ નેપાળી ઉ.વ. 32 વર્ષય યુવકનું હત્યામાં કમકમાટી ભર્યું મોત થયું છે. આમ જેની હત્યા બીજું કોઈ નહિ બલ્કે તેનોજ મિત્ર વિજય નેપાળીએ છરી વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી. જો કે આ મામલે એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આરોપીને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે મૃતકની પત્ની ધનાબેન કમલભાઈ ટમાટ (ઉ.વ.32)ની ફરિયાદ પરથી આરોપી વિજય ઉજારસિંગ વિશ્વકર્મા ની ધરપકડ કરી તેની સામે આઇપીસી કલમ 302 અને જીપીએકટ 135 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને સમગ્ર ઘટના જણાવીએ તો થયું એવું કે, બંને મિત્રો ગઈકાલે ઘર પાસે ચોકમાં બેઠા હતાં. ત્યારે બંને વચ્ચે અચાનકજ બોલાચાલી થવા લાગી જે બાદ ગાળાગાળી થયા બાદ આવેશમાં આવી વિજયે કમલના ગળાના ભાગે છરીનો એક ઘા ઝીંકી દેતાં તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આમ જે બાદ આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમ હત્યાનો ભોગ બનનાર કમલ ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો. તેના બે ભાઈઓ અમદાવાદ અને સુરતમાં રહે છે. સંતાનમાં બે દીકરી છે. જેમાંથી એક નેપાળ રહે છે. જ્યારે બીજી પુત્રી અને પત્ની સાથે તે ન્યુ જાગનાથ શેરી નં.25/26માં રહેતો હતો. આમ આ હત્યા અંગત અદાવતમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *