અમેરિકામા વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા થઈ! મુળ ગુજરાત ના આણંદ ના પટેલ…

અમેરિકામાં ગુજરાતી ઓની સંખ્યા સૌથી વધુ છે.પરંતુ અમેરિકા ની ધરતી પર ગુજરાતીઓ સલામત નથી તેના અનેકો પુરાવો મળ્યા છે.હાલમાં જ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ જોવા મળ્યો છે.લુંટ કરવાના ઈરાદે આવેલા શખ્સો એ આણંદ ના પ્રયેસ પટેલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરી હતી.

અમેરિકામાં ગુજરાતીઓ સલામત નથી. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ વારમવાર આવા લુંટ અને હત્યાનો ભોગ બનતા જોવા મળે છે. આ સિલસિલો અહી અટકતો નથી હવે આણંદ ના મૂળ  સોજીત્રા ના પ્રેયસ પટેલની અમેરિકામાં હત્યા થઇ છે. અમેરિકાના વર્જીનીયા માં ગુજરાતી વેપારીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.પ્રેયસ પટેલ કીનીક્રિક પાર્ક વેમાં સ્ટોર ધરાવતો હતો .બુધવારે પ્રેયસ પટેલ તેના સ્ટોર પર બેઠયો હતો તેની સાથે એક કર્મચારી પણ હતો.

ત્યારે તેના સ્ટોરમાં અચાનક લુટેરા  આવી ચડ્યા હતા .જેઓએ અચાનક ગોળીઓ વરસાવી હતી આ ઘટના માં પ્રેયસ પટેલ અને એ કર્મચારી ને ગોળી વાગી હતી. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ આવી હતી,તેમણે સ્ટોરમાં બે લોકો ને ઘાયલ જોયા હતા જેમાં એક પ્રયેસ પટેલ અને બીજો તેનો કર્મચારી થોમસ હતો. જેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં બંને ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ પ્રેયસ પટેલના મોતના સમાચાર આવતા જ સોજીત્રા માં રહેતા તેમના પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો હતો.પ્રેયસ ના ભાઈ અને માતા પિતા દીકરાના મોતના સમાચાર મળતા જ તેઓ અમેરિકા જવા રવાના થઇ ગયા હતા.આથી લોકો આ ઘટના ને  ધ્યાનમાં રાખી હજુ ચેતી જજો . અહી ગુજરાતીઓ ને ધ્યાનમાં રાખીને વારંવાર લુટારુઓ  આવા માસુમો નો ટાર્ગેટ કરતા હોય છે. 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.