વધુ એક ગુજરાતીની વિદેશમાં થઇ કરપીણ હત્યા ! યુવક તેની દુકાનમાં બેઠ્યો હતો એટલીજ વારમાં…ગુજરાતના આ ગામનો વતની હતો
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણી વખત કોઈ ગંભીર અકસ્માત તો વળી ઘણી વખત કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે તેવીજ રીતે હાલ એક હત્યાની હચમચાવી ફેટી ઘટના સામે આવી રહી છે જેમાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા થઇ છે. છેલ્લા ઘણા સમય થી ગુજરાતીઓ માટે વિદેશમાં ખુબજ ખતરો જોવા મળી રહ્યો છે આ વર્ષે ઘન ગુજરાતી માણસોનું હત્યામાં દુઃખદ મૃત્યુ થયું છે. આવો તમને વિગતે હત્યાની આ ધ્રુજાવી દેતી ઘટના જણાવીએ.
આ હત્યાની ઘટના આફ્રિકાના કેન્યામાંથી સામે આવી રહી છે જ્યાં ખાતે સ્થાયી થયેલા ખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા જૈન મહાજન વણિક પરિવારના હિંમતલાલ વીરચંદ શાહના યુવાન પુત્ર કેતનનું ગઈકાલે (સોમવારે) તેમની મોબાઈલની દુકાનમાં બેઠા હતા.આમ ત્યારે મોટરસાયકલ પર બંદૂક સાથે અજાણ્યા શખસ આવ્યા અને વેપારી પુત્ર કેતન ઉપર ધડાધડ ગોળીબાર કર્યો હતો.
આમ આ ફાયરિંગમાં યુવાનને ગોળી વાગતા નીચે પડી ગયો હતો અને જે બાદ ગંભીર રીતે ઘાયલ થતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ તેના મૃત્યુના સમાચાર સાંભળી પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. જોકે આ ઘટનાની જાણ ત્યાંની સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો તરતજ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
આમ આ ઘટના બાદ ત્યાંના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા, જેથી બંદૂકધારી શખ્સ બાઈક પર નાસી છૂટ્યો હતો. આ બનાવ બનતા તુરંત જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. મૃતક કેતનના પરિવારમાં જયાન નામનો એક બાળક છે. હત્યાના આ બનાવે સમગ્ર મહાજન પરિવારમાં કરુણતા સાથે ભારે શોકની લાગણી પ્રસરાવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો