વિદેશ મા વધુ એક ગુજરાતી યુવાનને મોત મળ્યુ ! કેનેડા મા બની એવી ઘટના કે જાણી ને….

મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં તો માતા-પિતાને પોતાનો દીકરો કેનેડા અથવા તો વિશ્વના બીજા કોઈ મોટા દેશમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે જાય તેવી ઈચ્છા ધરાવતા હોય છે, એવામાં વિદેશમાંથી અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેના વિશે જાણ્યા બાદ આપણે પણ ધ્રુજી જ જતા હોઈએ છીએ. હજી થોડા જ દિવસો પેહલા એક અકસ્માતની ઘટના સામે એવી હતી જેમાં એક સાથે ત્રણ ત્રણ ગુજરાતીના મૃત્યુ અકસ્માતને લીધે થયા હતા.

એવામાં ફરી એક વખત વિદેશમાં ગુજરાતીના મૃત્યુની દુઃખદ ખહર હાલ સામે એવી છે જેમાં 19 વર્ષીય ગુજરાતી યુવક ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયો હતો જ્યાં ઓન્ટોરિયા પ્રોવિસન્સના બેરી શહેરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં આ યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું એવામાં મૃતકની ડેડ બોડીને ભારત સુધી પોહચાડી શકાય તે માટે થઈને મૃતકના મિત્રોએ જંગી ફંડ એકઠું કરવામાં એવી રહ્યું હતું.મૃતક વિશે જાણકારી પ્રાપ્ત થઇ છે કે તે મૂળ ગુજરાતના અમદાવાદ શહેરનો હતો.

યુવકનું નામ વર્સિલ પટેલ હોવાનું સામે આવ્યું છે જે હાયર એજ્યુકેશન માટે કેનેડા ખાતે ગયો હતો જ્યાં તેનું આવી રીતે કરુણ મૃત્યુ નીપજતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થઇ ચૂક્યું હતું, એવામાં વર્સિલની ડેડ બોડીને ભારત સુધી પોંહચાડવા માટે 30 હજાર ડોલરનો ખર્ચ થતો હતો જેને પોહચી વળવા માટે વર્સિલના મિત્રોએ ફંડીગ એકઠું કર્યું હતું જેમાં તેઓએ 21 હજાર ડોલર ભેગા કરી લીધા હતા.

તમને જણાવી દઈએ કે વર્સિલના મિત્રોએ તેના અકસ્માતની ઘટના સોશિયલ મીડિયા પર જણાવી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માટે કહ્યું હતું જે બાદ લોકોએ આર્થિક મદદ કરતા 21 હજાર જેટલું ફંડીગ એકઠું થઇ ચૂક્યું હતું, ઘટના અંગે જો વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં કાર ચાલકને સ્થાનિક પોલીસ દ્વારા ગીરફ્તાર કરી લેવામાં આવ્યો છે, અકસ્માતની આ ઘટના બે દિવસ પેહલા એટલે કે 21 મી જુલાઈના રોજ ઘટી હતી. ભગવાન મૃતકની આત્માને શાંતિ આપે. ૐ શાંતિ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *