વિદેશમાં વધુ એક ગુજરાતીનું કપરું મૌત ! લૂંટ કરવા આવેલ લૂંટારુઓએ બેરેહમીથી ગોળી મારીને હત્યા કરી અને…ગુજરાતના આ ગામનો હતો વતની
મિત્રો વાત કરીએ તો ગુજરાત અને ગુજરાતના લોકોની તો ગુજરાતના લોકોના લોહી માજ ધંધો કરવાનો હુનર રહેલો હોઈ છે. તેવામાં ગુજરાત તો ઠીક પરંતુ ગુજરાતી લોકો હવે વિદેશોમાં ધંધો શરૂ કરવા લાગ્યા છે. અને પોતાની એક સારીએ એવી ઓળખ પ્રાપ્ત કરતા થયા છે.તેવામાં તમને જણાવીએ તો વિદેશમાં હાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાટી લોકોની હત્યાના કિસ્સાઓ ખુબજ સામે આવી રહયા છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો હચમચાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો હત્યાનો આ ધ્રુજાવી દેતો કિસ્સો આફ્રિકા માયાથી સામે આવી રહ્યો છે જ્યાં મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરનો રહેનાર નામ જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો હતો જે બાદ ત્યાં તે ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં જોબ કરતો હતો.
આમ ઘટના એવી બની કે સોમવારે નિગ્રો લૂંટના ઇરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા, જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. નિગ્રો હથિયારો સાથે આવી પહોંચતાં નાસભાગ મચી હતી, જેના કારણે નિગ્રોએ ગોળીબાર કર્યો હતો. અને આ ગોળીબાર માં જુબેર પટેલને ગોળી વાગી હતી અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો જુબેરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે એ પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. આમ જે બાદ આ ઘટનાની જાણ તયાં સ્થાનિક પોલીસને થતા તરતજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયોઃ હતો.
જુબેર પટેલના મૃત્યુના સમાચાર મળતાં જ જંબુસર ગામ અને જુબેરના પરિવારમાં માતમ છવાયો હતો. વિદેશમાં વસતા ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાના પગલે તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. આમ છેલ્લા 6-7 મહિનામાં અનેક ગુજરાતીઓની વિદેશમાં હત્યા થઈ છે. જેમાં વધુ પડતી હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો