ગીર ગઢડા માં ૩૦ વરસે આવ્યો અનેરો અવસર ! જ્યાં ૩ ફૂટનાં યુવાન અને પોણા ત્રણ ફૂટ ની યુવતી એ કર્યા લગ્ન
ભારતમાં અનેક પ્રકાર ના લોકો વસવાટ કરતા જોવા મળે છે અને તે તમામ લોકોના રીતી રીવાજો અલગ જોવા મળે છે અને દરેક સમુદાયના લોકો ના નિયમો પણ અલગ હોય છે સાથે જ અલગ અલગ પરંપરાઓ પણ જોવા મળે છે. એટલે જ તો ભારતને બહુવિધ સંસ્કૃતી ધરાવતો દેશ કહેવાય છે . હા પરતું તે ભલે કોઈ પણ ધર્મ કે જાતી ના લોકો હોય લગ્ન ને તો કોઈ ઉત્સવથી ઓછા નથી ગણવામા આવતા. તમામ સમુદાયના લોકો લગ્નમાં તો એક તહેવાર ની જેમ જ ઉજવતા જોવા મળે છે તમામ ના માટે લગ્ન તો સમાન જ ગણાય છે માત્ર રીત જુદી હોય છે.
અને એટલે જ તો કહેવાય છે ને જોડી તો ઉપરથી બનાવી ને આવતી હોય છે આપડે તો માત્ર નિમિત બનતા હોઈએ છીએ આવું જ કઈક ગીર ગઢડામાં જોવા મળ્યું છે. જ્યાં ત્રીસ વર્ષ પછી આ બંને યુવાન અને યુવતી એ પ્રભુતામાં પગલા પડવાનું નક્કી કર્યું હતું અને તેમના લગ્ન થયા.ગીર ગઢડા માં ૩ ફૂટની ઉચાઇ ધરાવતો યુવાન રસુલપરા ગામ ખાતે પરણવા પહોંચ્યો હતો તેણે પોણા ત્રણ ફૂટની ઉચાઇ ધરાવતી યુવતી સાથે લગ્ન બંધનમાં બંધાયો હતો.
વિધાતા એ લખેલા લેખમાં કોઈ મેખ મારી શકતું નથી આ કહેવત અહી સાર્થક બની છે. ગીર ગઢડામાં રહેતા ત્રણ ફૂટના વરરાજા DJ ના સંગાથે બગીમાં બેસી પોણા ત્રણ ફૂટની કન્યા સાથે પરણવા પહોચ્યા હતા. અને લોકો એ આ નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા.ગીર ગઢડા માં રહેતા ભીખાભાઈ કાળુભાઈ બાંભણિયા ની લંબાઈ ત્રણ ફૂટની છે અને રસુલપરા ગામની કન્યા હંસાબેન વશરામભાઈ સોલંકીની લંબાઈ પોણા ત્રણ ફૂટ ની છે. ભીખાભાઈ જયમુર્લીધર રામામંડળ ની સાથે જોડાયેલા છે અને તેમાં તે પ્રધાન અને ગગુડીયાનું કોમેડી પાત્ર ભજવે છે. જયારે કન્યા હંસાબેન ઘરકામ કરે છે.
નિયતિ નો ખેલ તો જુવો કે બંને ના ૩૦ વર્ષે લગ્ન નક્કી થઇ ગયા હતા.લગ્ન કરવા માટે ગીર ગઢડા નો યુવાન ભીખાભાઈ બગી પર સવાર થઇ રસુલપરા ગામ ખાતે વાજતે ગાજતે DJ ના તાલે પરણવા માટે પહોચી ગયો હતો. અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં બંનેના પરિવારજનો ના સભ્યો અને કુટુંબીજનો ની ઉપસ્થિતિમાં બંને ના લગ્ન કરવામાં આવ્યા હતા અને બંને વર -કન્યા ને આશીર્વાદ આપ્યા હતા.