અમેરિકામાં વધુ એક પટેલ યુવકની થઈ હત્યા ! બે અજાણ્યા શખ્સ સ્ટોરમાં આવ્યા અને….

હાલ લોકોની હત્યાના મામલો ખુબજ વધી ગયા છે તેવામાં હવે રાજ્યમાં અને દેશમાં પણ લુટારાઓ હથિયાર ની બીક દેખાડીને લુટ કરતા હોઈ છે અને ઘણી વાર ગોળીઓ વરસાવીને હત્યા કરી બધુજ ચોરીને ફરાર થઇ જતા હોઈ છે. દેશમાં તો ઠીક પરંતુ વિદેશ જેવા કડક કાયદા અને કાનુંનું ધરાવતા દેશોમાં પણ હત્યાઓના મામલો સામા આવતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક ગજરાતી પટેલ યુવકની તેનાજ સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

તમને જણાવીએ તો કડી તાલુકાના ઊંટવા ગામનો વિશાલ પ્રવીણભાઈ પટેલ (ઉં.વ.36) પોતાની પત્ની અને માતા-પિતા સાથે પુરો પરિવાર છેલ્લા 10 વર્ષથી અમેરિકાની અંદર જ વસવાટ કરી રહ્યો હતો. આ સાથે અમેરિકાના નેસવીલના ટેનિસિમાં યુવક પોતાનો સ્ટોર ધરાવે છે. જ્યાં તારીખ 28/11ને સોમવારના રોજ વિશાલ સાંજના સમયે પોતાના સ્ટોર ઉપર હાજર હતો. જ્યાં અજાણા બે શખ્સો સ્ટોરની અંદર આવી પહોંચ્યા હતા અને વિશાલ કંઈ જ બોલે તે પહેલા તેના પર ફાયરિંગ કર્યું હતું.

CCTV ફૂટેજમાં દેખાય છે કે વિશાલને એક ગોળી છાતીના ભાગે તેમ જ એક ગોળી માથાના ભાગે વાગતા નીચે ઢળી પડ્યો હતો અને સ્ટોરની અંદર જ તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સ્ટોરની અંદર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આમ આ ઘટના અંગે મૃતકના કુટુંબી કાકા સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ” સોમવારે આશરે સાંજના પાંચથી છ વાગ્યાના અરસામાં બે શખ્સો વિશાલના સ્ટોર ઉપર આવી પહોંચ્યા હતા અને કંઈ જ બોલ્યા વગર વિશાલને બંદૂકની બે ગોળીઓ મારી હતી. અમને ગામની અંદર મંગળવારે સવારે અમારા સંબંધી અમેરિકામાં વસવાટ કરે છે તેમને જણાવ્યું હતું.”

વધુ જણાવતા કહ્યું કે “વિશાલ એકલો સ્ટોનની અંદર હતો અને બે ઈસમો આવી પહોંચ્યા હતા અને ગોળીઓ મારી હતી. ગુજરાતીઓ ઉપર વારંવાર આવા બનાવો બની રહ્યા છે, તો અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ સાવધાન રહે તેવું જણાવ્યું હતું.”આમ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ ઉપર વારંવાર અટેક તેમજ સ્ટોરની અંદર લૂંટ જેવા બનાવો બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે કડી તાલુકાના ઊંટવા ગામના વિશાલ પટેલની હત્યા કરી નાખવામાં આવતા ગામની અંદર શોકનો માહોલ છવાયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *