વધુ એક ટીવી એક્ટરનું થયું દુઃખદ નિધન ! સિદ્ધાંત સૂર્યવંશી જયારે જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે…. જાણો શું થયું

ટીવી જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકના કારણે 46 વર્ષની વયે અવસાન થયું છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, અભિનેતા કથિત રીતે જીમમાં વર્કઆઉટ દરમિયાન પડી ગયો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના એવી બની કે આજ રોજ સવારે સિદ્ધાંતને પહેલા જિમમાં ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો.

ત્યાર બાદ ટ્રેનર્સ તથા અન્ય સભ્યોએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે ભાનમાં ના આવતાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલાં રાજુ શ્રીવાસ્તવ, દીપેશ ભાનનું પણ જિમમાં વર્કઆઉટ કર્યા બાદ અવસાન થયું હતું. નોંધનીય છે કે સિદ્ધાંત ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ અંગે જાણીતો હતો. આમ ત્યાર બાદ સિદ્ધાંતને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટર્સે એક કલાક સુધી સિદ્ધાંતની સારવાર કરી હતી, પરંતુ 12.31 વાગે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો આમ આ સાથે ટીવી એક્ટર જય ભાનુશાલીએ સો.મીડિયામાં સિદ્ધાંતની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘બહુ જ જલદી જતો રહ્યો..

આમ આ સાથે તમને તેના જીવનની વાત કરીએ તો સિદ્ધાંતે વર્ષ 2000માં ઈરા સાથે લગ્ન કર્યા હતા. જોકે 2015માં બંને અલગ થઈ ગયાં હતાં. સિદ્ધાંત તથા ઈરાને એક દીકરી છે, જ્યારે એલિસાને પહેલા લગ્નથી દીકરો માર્ક છે. 2017માં સિદ્ધાંતે એલિસા રાઉત સાથે લગ્ન કર્યા હતા.સિદ્ધાંતે કુસુમ, કસૌટી જીંદગી કે, કૃષ્ણા-અર્જુન, જમીન સે આસમ તક, ક્યા દિલ મેં હૈ, ગૃહસ્થી જેવા અનેક ડઝન ટીવી શોમાં કામ કર્યું છે સિદ્ધાંતે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, ત્યારબાદ તેણે કુસુમ સાથે ટીવીમાં એન્ટ્રી કરી હતી.

તેમજ સિદ્ધાંતે સપ્ટેમ્બર મહિનામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં સ્લો મોશન વીડિયો હતો. ત્યારબાદ સિદ્ધાંતે એક પોસ્ટ શૅર કરી હતી અને તેમાં તેણે ફૂડ સપ્લિમેન્ટ્સની જાહેરાત કરી હતી. તેમજ સિદ્ધાંતે 10 સપ્ટેમ્બરે દીકરી ડિઝાનો 18મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આમ આ વર્ષેજ સિદ્ધાંત સૂર્યવંશી, દીપેશ ભાન તથા રાજુ શ્રીવાસ્તવ પહેલાં ઘણા સેલેબ્સ હાર્ટ-એટેકને કારણે મોતને ભેટ્યા છે. સિદ્ધાર્થ શુક્લા, સિંગર કેકે, કન્નડ સ્ટાર પુનિત રાજકુમાર, રાજ કૌશલ, અમિત મિસ્ત્રી, રાજીવ કપૂર, તમિળ એક્ટર વિવેકનું પણ હાર્ટ-એટેકને કારણે મોત થયું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *