વધુ એક યુવા અભિનેત્રીએ ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું! આ વાત થી હતી ખુબજ પરેશાન… જાણો વિગતે

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક અભિનેત્રી દીપા પોતાના ઘરના એક રૂમમાં મૃત મળી છે. આવો તમને આ આપઘાતણી ઘટના વિગતે જણાવીએ.

આ આપઘાતની ઘટના ચેન્નઈના વિરૂગંબાક્કમ મલ્લિકાઈ એવેન્યૂમાંથી સામે આવી રહી છે. આમ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેત્રીના મોતે બધાને ચોંકાવી દીધા છે. ઉભરતી અભિનેત્રી પોલીન જેસિકા ઉર્ફે દીપા પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી છે. પોલીસના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. પોલીસને તેનો મૃતદેહ ઘરના એક રૂમમાં લટકતો મળ્યો છે. દીપાના મોતે તમિલ ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે દીપા પોતાની લવ લાઇફને લઈને પરેશાન હતી. હાલમાં ગીતકાર કાલિબનની પુત્રી થુરિગાઈએ પણ આત્મહત્યા કરી હતી. થુરિગાઈના માતા-પિતા તેના લગ્ન કરાવવા ઈચ્છતા હતા પરંતુ તે તૈયાર નહોતી. ત્યારબાદ તેણે પોતાનો જીવ આપી દીધો હતો.

આ રીતે પોલીસ ને જાણ થઈ હતી કે દીપા ચેન્નઈના વિરૂગંબાક્કમ મલ્લિકાઈ એવેન્યૂમાં રહેતી હતી. તેના સંબંધીએ તેનો ફોન કર્યો તો ઉઠાવ્યો નહીં. ત્યારે તેનો મિત્ર પ્રભાકર તેના ઘરે પહોંચ્યો અને મોતની જાણકારી પોલીસને આપી હતી. વાત કરીએ તો દીપાની ઉંમર માત્ર 29 વર્ષ હતી. ફિલ્મી દુનિયામાં તેનું કરિયર ધીમે-ધીમે આગળ વધી રહ્યું હતું પરંતુ તેની લવ લાઇફમાં બધુ બરાબર નહોતું. પોલીસ તેની અંગત જીવનના એંગલથી પણ તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે કોઈ વ્યક્તિને પ્રેમ કરતી હતી પરંતુ રિલેશનશિપમાં તે પરેશાન ચાલી રહી હતી અને આખરે આજે તેની જિંદગીનો અંત આણી દીધો.

જોકે શરૂઆતી તપાસમાં આ આપઘાતનો મામલો લાગી રહ્યો છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને કારણ શોધી રહી છે. આમ તમને જણાવીએ તો હાલમાંજ દીપાએ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ વૈધામાં કામ કર્યું હતું. આ સિવાય તેણે સુપરહિટ થ્રિલર Thupparivalan માં પણ એક નાનો રોલ કર્યો હતો. દીપાના ખાતામાં બીજા પ્રોજેક્ટ્સ પણ હતા પરંતુ તે પહેલા તેણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *