સુરત નો વધુ એક યુવાન વ્યાજ જ ના વિષચક્ર મા ફસાઈ આપઘાત કર્યો ! સ્યુસાઇડ નોટ મા એવુ લખ્યુ કે વાંચી ને આસુ આવી જશે..

હાલ દેશમાં અને રાજ્યમાં આપઘાત ની ઘટના ખુબજ વધતી જણાઈ છે લોકો આપઘાત કરી જીવન ટૂંકાવે છે તેમજ આપઘાતની પાછળનું કારણ ઘણી વખત ખબર પડતું હોઈ છે તો વળી ઘણીવાર આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતું હોઈ છે. આમ સુરતમાંથી પણ એક આપઘાત ની ઘટના સામી આવી રહી છે જેમાં આપઘાતનું કારણ પણ સામું આવતું જોવા મળી રહ્યું છે ચાલો તમને આ ઘટના  વિષે વિસ્તાર માં જણાવ્યે.

આ ઘટના સુરતના ગોડાદરા ની છે જ્યાં એક યુવાને ઓનલાઈન કંપનીના ધમકી ભર્યા કોલ અને મેસેજ થી ત્રાસીને ઝેર પીઈ ને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવાને આપઘાત કર્યા પહેલા સુસાઈડ નોટ પણ લખ્યું હતું. તેમાં પોતે લોન કંપની થી ત્રાનીને કંટાળીને પરિવારને બચાવવા માટે આ પગલું ભર્યું રહ્યો હોવાનું લખ્યું હતું. બનાવ અંગે સબાબતપુરા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરુ કરી છે ગોડાદરા સીલીકોન ફ્લેટ ખાતે રહેતા ૨૮ વર્ષીય યોગેશભાઈ મહેશભાઈ અગ્રવાલ આંજણા ખાતે પોતાની બનેવીના લેસના ખાતામાં નોકરી કરતા હતા અને ખાતાનો વહીવટ સંભાળતા હતા.

આ ઘટના શુક્રવારે બપોરે બની હતી યોગેશભાઈએ જ્યાં નોકરી કરતા તેજ ખાતા માં તેમણે ઝેર પીઈ ને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઝેર પીઈ ગયા પછી ત્યાના લોકો એ તેને એક ખાનગી હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. જ્યાં તેમની ટુકી સારવાર બાદ શુક્રવારે સાંજે તેમનું મોત નીપજ્યું હતું. અને તેમની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં લોન કંપની દ્વારા તેમણે લીધેલી રૂ. 7 હજારની લોન સામે 7 દિવસમાં વ્યાજ પેટે ૩૫૦૦ વસુલવા છતાં ધમકી ભર્યા કોલ અને મેસેજ કરવાની સાથે પરિવારના સભ્યોને પણ કોલ કરીને ગંદુ બોલતા હતા. આમ પરિવારને બચાવવા માટે આપઘાતનું પગલું ભર્યું હોવાનું લખ્યું હતું.

સુસાઈડ નોટ માં લખ્યું હતું કે ‘મને લોન કંપની ધમકી ભર્યા મેસેજ કરે છે અને મારા પરિવારને પણ કોલ કરીને ખરાબ શબ્દો બોલતા હતા. જેથી મારા પરિવારને બચાવવા સુસાઈડ કરું છુ મારા પરિવારને કઈ કરતા નહિ એમનું ધ્યાન રાખજો. મારી પાસે ચૂકવવાનાં પૈસા નથી. 7 દિવસનું વ્યાજ ૭૦૦૦ પર ૩૫૦૦ લઈને પણ લોન કંપની પરેશાન કરે છે તેમની સામે પગલા લ્યો નહીતો તે મારી જેમાં બધા લોક ને પણ આપઘાત કરવા પણ મજબુર કરી દેશે. આ લોન કંપની ને જેમ બને તેમ વહેલી તકે બંધ કરજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *