કરુણ રીતે વિદાય થય ગ્રીષ્માની ! માતા પિતા સહીત આખો સમાજ ચોધાર આંસુએ…

આજ સુરત શહેરના તમામ લોકોની આંખોમાં આંસુઓ વહી રહ્યા છે, કારણ કે ગ્રીષ્મા ની અંતિમ વિદાયએ સૌ કોઈના હૃદયને કરુણમય બનાવી દીધું છે. ગ્રીષ્માં સાથે જે ઘટના બની એ ખુબ જ દુઃખ દાયક છે, જેને આપણે ક્યારેક નથી ભૂલી નથી શકવાના. આજ ગ્રીષ્માંની અંતિમ વિદાય નીકળતા સૌ કોઈની આંખો ભીની થઇ ગઈ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાનું ગળું ફેનિલ નામના યુવકે તેના પરિવાર સામે કાંપી નાખ્યું હતું.યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા.

દીકરીના પિતા ને તો આ ઘટના થી અજાણ જ રાખવામાં આવ્યા હતા, હજુ તો ઘટના બન્યા ની સવારે જ ગ્રીષ્માએ પિતા સાથે વાત કરી હતી પરંતુ એ બાપ દીકરી ને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ વાત હશે.જ્યારે આ ઘટના સાંભળી તો પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં. જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે.

મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે.ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડર થી અશ્વની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચ ને કામગીરી બંદોબસ્ત ની જવાબદારી સોપાઈ છે.ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફરના ફોટો સાથેની યાત્રાની તૈયારી જોવા મળી છે

આજ સુરત શહેર શોકના ઘેરા વાતાવરણમાં છે, આ એવી ઘટના બની કે જેને સુરત શહેરને અંધકારમાં ઘેરી લીધું છે. આ અંતિમ સંસ્કાર દીકરીના દરેક જીવોને કરુણમય બનાવી દીધા છે. સૌથી મહત્વની અને દુઃખની વાત એ કે, ગ્રીષ્માના માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. પિતા નંદલાલભાઈને પહેલા ભાઈનો અકસ્માત થયો હોવાનું કહી સુરત આવવા કહ્યું હતું.પિતા આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમવિધિની કામગીરી કરવામાં આવી છે.આજે ગ્રીષ્માનો દેહ તો પંચમહાભુતોમાં વિલીન થઇ જશે પરંતુ તેની અંતરઆત્મા ન્યાય માટે તો સતત ઝંખશે! આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, ગ્રીષ્માની દિવ્ય આત્માને શાંતિ અર્પે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *