શું કામ લોકપ્રિય ટી.વી. શ્રેણી “અનુપમા” માં અભિનવ કરતી અનધા ભોંસલે એ મનોરંજનની દુનિયાને કહી અલવિદા?

રૂપેરી પડદાની ઝાકઝમાળવાળી દુનિયામાં પોતાનું કૌવત બતાવવા માટે યુવાધન તત્પર હોય છે પરંતુ આમાં પણ મહત્વની વાત એ છે કે ઘણી તારિકાઓ આ ચળકાટ ની ફિલ્મી દુનિયા ને છોડી ને ધાર્મિક પથ પર વળી જાય છે, જેમાં અમુક નામ છે, જેમ કે ઝારીયા વસીન અને સના ખાન. હવે અહીં એક વધુ અભિનેત્રી નો પણ વધારો થયો છે, એ છે અન્ધા ભોંસલે.

અન્ધા ભોંસલે એ પોતાની ટી.વી કારકિર્દી સંપૂર્ણ પુરી કરી દીધી છે. અન્ધા લોકપ્રિય ટી.વી. શ્રેણી ” અનુપમા” માં અભિનવ કરતી હતી પરંતુ હવે તેને અધ્યાતમ માર્ગએ પ્રયાણ શરુ કર્યું હોવાનું સોશ્યિલ મીડિયા દ્વારા લોકોને જણાવ્યું છે.

એમણે એ પણ જણાવ્યું છે કે તેની ધાર્મિક ભાવના વધુ તીવ્ર છે. જેના કારણે ઈશ્વરમાં એકાકાર  થવા તે અભિનય અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીને કાયમ માટે પોતાનાથી દૂર કરી રહી છે.

તે જણાવી રહી છે કે અનુપમા શ્રેણીમાં હાલમાં હું નથી જોવા મળી રહી તો એના કારણો માટે લોકો બહુ ઉત્સુક છે પરંતુ સૌ પ્રથમ મારે બધા જ લોકોનો આભાર માનવો છે જે લોકો એ મારી અભિનવ ક્ષમતાને પ્રેમ કર્યો તથા હું ખાસ બધાને જણાવવા માંગુ છું કે મેં અભિનયને સંપૂર્ણ છોડી દીધો છે તથા હું અધ્યાત્મના રાહ પર ચાલી રહી છું. મારા આ લીધેલ પગલાંને લોકો પ્રેમથી સ્વીકારી મને સહકાર આપે તેવી મને અપેક્ષા છે.

અન્ય વાત દ્વારા તે કહે છે કે આપણે બધા જ ઈશ્વરના બાળકો છીએ. ઈશ્વરે હંમેશા મારા પ્રત્યે દયાભાવના રાખી છે તેથી હવે મારી પણ ફરજ છે કે આપણી જે માનવ અવતરણની જે ભૂમિકા છે તેનો ઉદ્દેશ પણ સાર્થક કરીએ. મારા માટે ધર્મ સરખો જ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.