યમરાજ બની રોડ પર લોકોને હેલમેટ પહેરવા અંગે જાગૃત કરનાર અનુરાગ આજે પોતે જીવવા માટે લડી રહ્યો છે…ઘટના એવી બની કે…

આજના સમયમાં કોઈપણ વ્યક્તિ ક્યારે મુશ્કેલીમાં પડી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. આમ તેવીજ રીતે એક વ્યક્તિ હોસ્પીટલમાં ગંભીર ઈજાને કારણે દાખલ છે જેણે લોકોનાં સારા માટે ઘણી વખત રસ્તાઓ પર ક્યારેક યમરાજ બની લોકોને હેલમેટ પહેરવા માટે અનુરાગ દુબે જાગૃત કરતો હતો. પરંતુ એક ઘટનાએ તેની આખી જિંદગી જ ખરાબ કરી નાખી. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

આજે પોતાના ભાઈ અનુરાગની મદદ માટે તેની બહેન શ્રુષ્ટિ કુમારી સોશિયલ મીડિયા પર મદદ માટે વિનંતી કરી રહી છે. અનુરાગની વાત કરીએ તો તે ગોપાલગંજ શહેરના હજિયાપુર મહોલ્લાનો રહેવાસી છે. પિતા પ્રમોદકુમાર દુબેના કહ્યા અનુસાર કરોડરજ્જુમાં ઇજા થવાના કારણે ગોરખપુરની હોસ્પિટલમાં અનુરાગને દાખલ કરવામાં આવ્યો છે. સારવાર કરાવવા માટે મા-બાપે જમીન પણ વેચી નાખી છે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. હવે સારવાર પાછળ ખર્ચ કરવા માટે કઈ પણ બચ્યુ નથી.

અનુરાગની સારવારના આ ઝુંબેશમાં JDU ધારાસભ્ય અમરેન્દ્ર કુમાર ઉર્ફ પપ્પુ પાંડેથી લઇ સેંકડો લોકોએ આર્થિક મદદ કરી છે. પરિવારને સરકાર તરફથી સારવાર માટે અત્યારસુધીમાં કોઈ મદદ મળી નથી. અનુરાગના પિતા પ્રમોદકુમાર દુબે અને માતા ઉમા દેવી દીકરાની સારવાર ને લઇ ખુબજ ચિંતામાં આવી ગયા છે. તેમજ પરિવારના જણાવ્યા અનુસાર અનુરાગની જાન્યુઆરી મહીનાથી તબિયત ખરાબ છે.

કરોડરજ્જુની મુશ્કેલીનું કારણ એક અકસ્માતને લીધે બન્યું હતું વાત એવી છે કે અનુરાગ દુબે પાછલા વર્ષે બેંગ્લોર ભણવા માટે ગયો હતો. રસ્તો ઓળંગતા સમયે ગાડીએ ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં અનુરાગના કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઇ હતી. અને તરતજ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે સમયે ઘણી સારવાર થઇ, આઠથી દસ લાખ રૂપિયા સારવારમાં ખર્ચાઈ ગયા. થોડા દિવસો સુધી સ્થિતિ સારી રહી, પરંતુ જાન્યુઆરી મહિનાથી અચાનક કરોડરજ્જુનો દુખાવો વધી ગયો અને શરીર નબળું થવા લાગ્યું. શહેરના એક ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ચાર દિવસમાં એક લાખ 20 હજાર રુપીયાનો ખર્ચ થયો. ત્યારબાદ ગોરખપુરમાં રિફર કરવામાં આવ્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *